- દેહરાદૂન-મસૂરી રોડ કાર ખાડામાં ખાબકી
- ઘટનામાં યુવક અને યુવતીનું મોત, 3 ગંભીર
- ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઉત્તરાખંડમાં દેહરાદૂન-મસૂરી રોડ પર સોમવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રાજપુર વિસ્તારમાં આવેલા પર્યટન સ્થળ શિખર ફોલ પાસે સોમવારે એક જીપ ઊંડી ખીણમાં પડી હતી. તેમાં મુસાફરી કરી રહેલા એક યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે લોકોએ ચીસો સાંભળી તો પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી.
ખીણમાંથી 3 લોકોને બચાવ્યા













