• આસામમાં લગભગ 6.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપ તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી
  • ભૂકંપનું કેન્દ્ર બિન્દું મ્યાનમાર હોવાનું સામે આવ્યું 

આસામમાં શુક્રવારે સાંજે લગભગ 6.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસામમાં ભૂકંપ તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દું મ્યાનમાર હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભૂકંપના કારણે કોઇ જાનહાનિ થઇ નથી.

મળતી માહિતી મુજબ, પૂર્વોત્તર રાજ્ય આસામમાં શુક્રવારે સાંજે લગભગ 6.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસામમાં તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું, જેના ભૌગોલિક સંકલન 26.53 અક્ષાંશ અને 96.77 રેખાંશ હતું. ધરતીકંપની 62 કિમીની ઊંડાઈએ હતી.

  • Follow us on: