દેશ અને દુનિયા એ પ્રયાગરાજ સ્થિત ચાલી રહેલા મહાકુંભ મેળાનું આયોજન અને અહીં સ્નાન કરવા માટે ઉમટી રહેલા માનવ મહેરામણની નોંધ લીધી છે. મહાકુંભ મેળાનું મહત્વ અહીં ત્રિવેણી સંગમ સ્થળે સ્નાન કરવાનું મહત્વ છે. ત્રિવેણીમા સ્નાન કરવા માટે રોજ લાખો લોકો આવે છે. સૌના માટે નદીઓના સંગમ સ્થળે જવું આવશ્યક છે.ત્યાં પહોંચવા માટે હોડીમા બેસીને જવું પડે છે જેનો સીધો ફયદો હોડીઓના માલિકો લઈ રહ્યા છે. યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. પોલીસ કે પ્રસાશન રોકે તો યુનિયન સંગઠિત થઈ હડતાળ પાડી દે છે.


પ્રયાગરાજ (અલ્હાબાદ)મા ત્રણ નદીઓ સરસ્વતી,ગંગા અને યમુના નો સંગમ થાય છે. જેમાં ગંગા નદીનું પાણી સ્પષ્ટ રીતે સફેદ અને યમુના નદીનું પાણી કાળું દેખાય છે. રીતસર કાળા અને સફ્ેદ પાણીની રેખા દોરી હોય તેવું જોવા મળે છે. બંને નદીઓના કિનારેથી જ્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે ત્યાં ન્હાવા જવું પડે છે. તેના માટે હોડી ફ્રજીયાત છે. મહાકુંભ મેળામા આવતા દરેક યાત્રિકો માટે હોડીમા બેસીને જવું ફ્રજીયાત થઈ પડે છે. તેનો ગેરલાભ હોડીઓના માલિકો ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા ૭૦ થી ૧૫૦ રૂપિયા પ્રવાસી યાત્રી દીઠ ભાડુ વસુલવા સામે હાલમા ૩૦૦ અને તેનાથી વધુનુ વસુલાત થાય છે. યાત્રિકો દ્વારા વધુ ભાડાની ફ્રિયાદ હાજર પોલીસને કરવામાં આવે તો હોડી માલિકોનું યુનિયન કિનારેથી દુર હોડીઓ લઈ જાય છે. જેને કારણે યાત્રિકો સંગમ સ્થળે જઇ શકતા નથી. નાવિકે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતુ કે હોટલો વાળા હજારો રૂપિયા વસુલે ત્યાં સરકાર કશું કહેતી નથી. ને અમો સ્નાયુ-પાસળીઓ ખેંચાય તેટલું બળ કરીએ છીએ તેમ છતાંય હોડીઓના ભાવનું બાંધણુ કરેલ છે. તેમ કહી તે સરકાર નો વિરોધ નોંધાવી રહ્યા છે.

અહીં પાણીમા દોડી શકે તેવી એમ્બ્યુલન્સ તૈનાત

હજારો હોડીઓ દ્વારા લાખો શ્રાધ્ધાળુઓને ત્રિવેણી ખાતે સ્નાન (ડૂબકી મારવા) કરવા લઈ જવામાં આવે છે. બાળકથી લઈ યુવાનો કરી શકે પણ ડૂબે નહિ તેવા સ્થળે સ્નાન થાય છે. તેમ છતાંય કોઈ દુર્ઘટના ઘટે તો ઇમરજન્સી સારવાર માટે અહીં પાણીમાં દોડી શકે તેવી એમ્બ્યુલન્સ ૨૪ કલાક તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત સુરક્ષાદળના જવાનો આધુનિક રાયફ્લો લઈને સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે.


  • Follow us on: