પ્રયાગરાજ કુંભમેળાથી લાઈવ 45 દિવસમા કરોડો સનાતનીઓ એકઠા થાય તે દેશ અને દુનિયા માટે આઠમી અજાયબી સમાન છે. આ અજાયબી પ્રયાગરાજ સ્થિત ચાલી રહેલા કુંભમેળાનું ભ્રમણ કરતા યથાર્થ ઠરી રહી છે.


કુંભમેળા ની યાત્રા સમયે અહીંના રીક્ષા ચાલક એ જણાવ્યું હતુ કે ૨૭ કિમિ ના વિસ્તારમા મેળો ચાલી રહ્યો છે.અહીં હિન્દૂ સનાતનીઓના અલગ અલગ સંપ્રદાયના પાંચેક હજાર જેટલા પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પંડાલને અલગ અલગ લાઈટો,રોશનીથી શણગારવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશ સરકારના વિજતંત્રની કાબિલેદાદ કામગીરી એ છે કે અહીં એક મિનિટ પણ વીજળી જતી નથી. હજારો યુનિટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. લાઈટોના અલગ અલગ શેડ(કલર) થી પ્રયાગરાજના જાહેર માર્ગો, ઓવરબ્રિઝ, પુલને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે.

અહીંના સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિર નજીક ત્રણ મંઝીલ, આદિ શંકર મંડપ નામનું મંદિર આવેલું છે. ખાસ કરીને રાત્રી સમયે આ મંદિર અલૌકિક લાગે છે કારણકે તે વિવિધ કલરની લાઈટો,લાઈટો ના શેડ થી થોડી થોડી સેકન્ડઓમાં નઝારો બદલાય છે. અહીંથી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લાઈટો ઝળહળતી દેખાય છે. મહાકુંભ મેળામાં રાત્રી રોકાણ કરીને રોશનીથી નયનગમ્ય પ્રયાગનગરીને માણવાની મજા છે.

  • Follow us on: