ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સાધુ-સંતોની સાથે સામાન્ય લોકો પણ આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે મહાકુંભ 2025ની સેટેલાઇટ તસ્વીરો ISROએ મોકલી છે. આ તસ્વીરમાં મહાકુંભનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સ્પેસમાંથી મહાકુંભનો નજારો કેવો દેખાય છે તે આ તસ્વીરો દ્વારા જાણી શકાય છે.
સેટેલાઇટ ઇમેજમાં પ્રયાગરાજનું મહત્વ
મહાકુંભમાં રોજ તીર્થ યાત્રીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ઇસરોએ સેટેલાઇટ દ્વારા લીધેલી તસ્વીરો શેર કરીને દર્શકો વચ્ચે કુતુહલ પેદા કર્યુ છે. સેટેલાઇટ ઇમેજમાં પ્રયાગરાજનું મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. સંગમ નગરીમાં આયોજિત મહાકુંભમાં રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડુબકી લગાવે છે. ભારતીય સ્પેસ એંજસી,, ઇસરોએ ઇંડિયન સેટેલાઇટનો ઉપયોગ કરીને મહાકુંભની તૈયારીઓથી લઇને ગંગા સ્નાન સુઘીની ઇમેજ શેર કરી છે. પ્રયાગરાજ મહાકુંભમાં લગભગ 5 કરોડથી વધુ લોકો પહોંચી શકે છે. પ્રયાગરાજ પરેડ ગ્રાઉંડને ટાઇમ સિરીઝ તસ્વીરોમાં જોઇ શકાય છે.
એક તસ્વીર 6 એપ્રિલ 2024ની મહાકુંભ શરુ થાય તે પહેલાની છે. તો બીજી તસ્વીર 22 ડિસેંબર 2024ની છે. જ્યારે મહાકુંભના વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતુ. તો અંતિમ ફોટો 10 જાન્યુઆરી 2025ની છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દેખાઇ રહી છે. ઇસરોએ રજુ કરેલી તસ્વીરોમાં મહાકુંભ મેળાના વિશાળ નિર્માણને દર્શાવવામાં આવ્યુ છે. તો સાથે જ ટેંટ સીટી અને નદી પર પુલના નિર્માણને પણ જોઇ શકાય છે. ઉત્તર પ્રદેશ સરકાર મહાકુંભ મેળામાં થનાર દુર્ઘટના પર નિયંત્રણ મેળવવા માટે આ સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરી રહી છે. આ સાથે જ નવા શિવાલય પાર્કના નિર્માણ કાર્યને પણ સેટેલાઇટ તસ્વીરોમાં જોઇ શકાય છે.
મહાકુંભના પ્રમુખ 4 શાહી સ્નાનનું મહત્ત્વ
સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025નો આજે 10મો દિવસ છે. હમણા સુધી ગંગા નદીમાં 7 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે. આગામી દિવસોમાં તીર્થયાત્રીઓની સંખ્યાંમાં વધારો થવાની શક્યતા છે. કારણ કે મહાકુંભના પ્રમુખ 4 શાહી સ્નાન હજુ બાકી છે. આગામી પ્રમુખ શાહી સ્નાનની તારીખ 29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી છે. આ મહાકુંભમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ડુબકી લગાવી છે. તો દેશના પીએમ નરેંદ્ર મોદી પણ મહાકુંભની આગામી દિવસોમાં મુલાકાત લેશે.