પવિત્ર નગરી પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો પ્રાર્થના, અનુષ્ઠાન અને એકતાની ભાવનામાં ડૂબેલા દેખાઇ રહ્યા છે. તો કોઇ દિવ્યવાતાવરણથી અભિભૂત જણાઇ રહ્યું છે. બે દિવસ પહેલા જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્નાન કરવાની શરૂઆત કરી દીધી હતી જે દર્શાવે છે કે 45 દિવસીય મહાકુંભ 2025માં ઉત્તર પ્રદેશ સરકારે લગાવેલુ ભીડનુ અનુમાન પણ પાર કરી દીધુ છે. અત્યાર સુધી મહાકુંભમાં 1 કરોડ લોકોએ સ્નાન કર્યુ છે.


એક કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું

ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધી મહાકુંભ 2025ની શરૂઆત અને પ્રથમ 'અમૃત સ્નાન' દિવસે સંગમ વિસ્તારમાં લગભગ એક કરોડ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી છે. સંગમ ખાતે ભક્તોની ભીડ ચાલુ જ છે. પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર છે. ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા માટે પાણીની અંદરના ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમને પ્રયાગરાજ વિસ્તાર અને રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની કોઈ માહિતી મળી નથી.

કોઇ અઘિટત ઘટના બની નથી- ડીજીપી 

ડીજીપી પ્રશાંત કુમારે વધુમાં કહ્યું કે અમારા બધા વરિષ્ઠ અધિકારીઓ અને સીએમઓ ઓફિસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. માર્ગ દ્વારા આવતા શ્રદ્ધાળુઓ માટે પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ પણ સુચારુ રીતે ચાલી રહી છે. પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓ પર ટ્રાફિકના પ્રવાહમાં કોઈ અવરોધ નથી. આજની વ્યવસ્થામાં આપણને જે પણ ખામીઓ દેખાય છે, આવતીકાલના અમૃત સ્નાન માટે તેને સુધારવાના પ્રયાસો કરવામાં આવશે.


ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો

બાળકો, વૃદ્ધો અને મહિલાઓ વહેલી સવારથી જ સંગમ સ્નાન માટે આવવા લાગ્યા હતા. તેમનો વિશ્વાસ એટલો પ્રબળ હતો કે તેમના માથા પરના પોટલાનો ભાર પણ તેમના ઉત્સાહને ઓછો કરી શક્યો નહીં. સંગમ ઘાટ, ઐરાવત ઘાટ અને વીઆઈપી ઘાટ સહિત તમામ ઘાટ પર સવારથી જ ભક્તો સ્નાન કરતા જોવા મળ્યા હતા. યુવકે આ પવિત્ર ક્ષણને કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે !

મહત્વનુ છે કે મહાકુંભ 12 વર્ષ પછી ઉજવાઇ રહ્યો છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં 45 કરોડથી વધારે ભક્તો હાજરી આપે તેવી શક્યતા છે. 

  • Follow us on: