પ્રયાગરાજમાં મહાકુંભના કારણે ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. સંગમમાં ડૂબકી લગાવવા માટે સામાન્ય લોકો જ નહીં, મોટા સ્ટાર્સ પણ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મકરસંક્રાંતિથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. તાજેતરમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ મહાકુંભ સ્નાન માટે પહોંચ્યા હતા. હવે હરિયાણવી ક્વીન એટલે કે સપના ચૌધરી પણ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી ગઈ છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સપના ચૌધરી મહાકુંભ પહોંચી
સપના ચૌધરીએ મહાકુંભનો પોતાનો વીડિયો પણ શેર કર્યો. જેમાં તે હોડીમાં બેસીને સંગમની યાત્રા કરતી જોવા મળે છે. પછી તે સંગમમાં ડૂબકી લગાવતી જોવા મળી. આ સમય દરમિયાન તે સંપૂર્ણપણે ભક્તિમાં ડૂબેલી દેખાતી હતી. વીડિયો શેર કરતી વખતે સપના ચૌધરીએ તેના ચાહકો માટે એક ખૂબ જ ખાસ સંદેશ પણ લખ્યો કે કુંભ મેળો એક ધાર્મિક ઉત્સવ નહી પણ આત્માને શુદ્ઝ કરીને જીવનમાં શાંતિ મેળવવાનો અવસર છે. તમારી કુંભ યાત્રા સુરક્ષિત અને આદ્યાત્મથી પરિપૂર્ણ થાય. વીડિયોમાં સપના ચૌધરી બ્લેક સૂટ પહેરેલી જોવા મળી રહી છે.
રેમો ડિસોઝા પણ પ્રયાગરાજ પહોંચ્યા
આ તરફ બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા પણ પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભ પહોંચ્યા હતા. રેમોએ મહાકુંભનો પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાળા કપડાંમાં પોતાનો ચહેરો છુપાવતો જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત કોરિયોગ્રાફર પોતાનો દેખાવ બદલીને મહાકુંભ પહોંચ્યા, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. આ પછી તેમણે સંગમમાં ડૂબકી લગાવી અને પછી ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલા મહાકુંભના દ્રશ્યો પણ જોયા. આ ઉપરાંત તે પક્ષીઓને ચણ ખવડાવતા પણ જોવા મળ્યા.