• મહારાષ્ટ્રમાં બીજેપીને ફટકો
  • પૂર્વ સાસંદ કોંગ્રેસમાં જોડાયા
  • શિશુપાલ પટલે જોડાયા કોંગ્રેસમાં

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીને ઝટકો લાગ્યો છે. બીજેપીના પૂર્વ સાંસદ શિશુપાલ પટલે કોંગ્રેસમાં જોડાયા. આજે મુંબઈમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા મહત્વનું છે કે શિશુપાલ પટલેએ ખેડૂતો અને યુવાનોની દુર્દશા પ્રત્યે ભાજપની ઉપેક્ષા અંગે દુઃખ વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

ભાજપને ફટકો

મહત્વનું છે કે શિશુપાલ પટલેના રાજીનામાને વિદર્ભના ભંડારા-ગોંદિયા લોકસભા ક્ષેત્રમાં ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન શિશુપાલ પટલેને મેદાનમાં ઉતારી શકે છે.

કોણ છે શિશુપાલ પટલે?

શિશુપાલ પટલે પોવાર સમુદાયમાંથી આવે છે, જે વિચરતી જાતિની શ્રેણીમાં આવે છે. વિધાનસભા મતવિસ્તારની સાથે ભંડારા જિલ્લામાં પણ તેમની સારી એવી વસ્તી છે.

શિશુપાલ પટલેએ 2004માં ભંડારા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પટલે 2004ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલ પટેલને હરાવ્યા હતા. જોકે 2009માં તેઓ બીજી વખત સીટ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.


મહત્વનું છે કે શિશુપાલે ગયા મહિને 25 જુલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. પાટલે છેલ્લા બે મહિનામાં બીજેપી છોડનારા બીજા ભૂતપૂર્વ સાંસદ છે.

કેમ આપ્યુ ભાજપમાંથી રાજીનામુ ?

ત્યારે શિશુપાલ પટલેએ રાજીનામા અંગે જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો ભાજપ યુગ પૂરો થઈ ગયો છે. તેઓ ખેડૂતો, ખેતમજૂરો અને બેરોજગારોના અધિકારો માટે સતત કામ કરતા હતા, પરંતુ રાજ્યની એકનાથ શિંદે સરકાર અને સત્તાની રમતમાં સામેલ ભાજપની ટોચની નેતાગીરીએ તેમના મુદ્દાઓ પર ધ્યાન આપ્યું ન હતું. આનાથી તે ખૂબ જ દુઃખી છે. જેના કારણે તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું.


  • Follow us on: