ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થાય છે.


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. મતદાન 20 નવેમ્બરના રોજ યોજાશે તેમજ મત ગણતરી 23 નવેમ્બરના રોજ યોજાશે.  

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી

એક તબક્કાની ચૂંટણી

મતદાન- 20 નવેમ્બર

બહુમતી- 145

સામાન્ય બેઠક- 234

SC-29

ST-25

પરિણામ- 23 નવેમ્બર

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં હિંસાની કોઈ ઘટના બની નથી. એક પણ લાકડી ચલાવી નથી, એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. ચૂંટણીથી લઈને ચૂંટણી સુધી ઘટતી હિંસા અને વધતી જતી મત ટકાવારી દર્શાવે છે કે લોકો તેમાં તેમની ભાગીદારી વધારી રહ્યા છે. અમે લોકોને મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરીએ છીએ.

વાયનાડ અને નાંદેડ બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે ચૂંટણી પંચે દેશના વિવિધ રાજ્યોમાં 47 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. જેમાં 13 નવેમ્બરે 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાશે. કેદારનાથ સીટ પર પેટાચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. વાયનાડ (કેરળ) અને નાંદેડ (મહારાષ્ટ્ર) લોકસભા બેઠકો પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

મહારાષ્ટ્ર વિધાનસભા- કોની કેટલી તાકાત?

કુલ- 288 સીટ

BJP-103

શિવસેના (ઉદ્ધવ જૂથ)- 15

NCP(શરદ)- 10

શિવસેના (શિંદે)- 40

NCP(અજીત)- 43

કોંગ્રેસ- 43

અન્ય- 34

  • Follow us on: