મહારાષ્ટ્રના ભંડારામાં પોલીસે ડ્રાઇ ક્લીનીંગની દુકાનમાંથી કરોડો રૂપિયાની કેશ જપ્ત કરી છે. બેંક અધિકારી સહિત 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ડ્રાઇ ક્લીનીંગની દુકાનમાંથી પોલીસે 5 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. મહારાષ્ટ્રના ભંડારામાં ડ્રાઇ ક્લીનીંગની દુકાનમાંથી મળેલો કરોડો રૂપિયાનો ખજાનો સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યો છે. બેંક સંબંધિત નાણાં આ પ્રકારે જપ્ત કરાતા સામાન્ય જનતાના નાણાં પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.


કરોડોની રોકડ પાછળ કારણ શું ?

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ડ્રાઇ ક્લીનીંગની દુકાનમાંથી કથિત પ્રકારે 5 કરોડ રૂપિયા રોકડ મળતા ચકચાર વ્યાપી હતી. આ તપાસ દરમિયાન પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડમાં બેંક અધિકારી પણ સામેલ છે. પોલીસ અધિકારી નુરુલ હસને જણાવ્યુ હતુ કે, કેટલાક લોકોએ એક ખાનગી બેંકના અધિકારીને 6 કરોડ રૂપિયા પરત આપવાના વચન સાથે પાંચ કરોડ રૂપિયા પાછા આપવાનું લાલચ આપ્યુ હતુ. એટીએસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા કરોડોની કેશ અને અપરાધીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચ અને આતંકવાદ વિરોધી સેલની ટીમોએ સ્થાનિક પોલીસ સાથે મળીને મંગળવારે તુમસર વિસ્તારના ઈન્દિરા નગરમાં આવેલી ડ્રાય ક્લિનિંગ દુકાન પર દરોડો પાડ્યો હતો. તેમણે દુકાનમાંથી એક બોક્સમાં રાખેલા 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ સમગ્ર પક્રિયા માટે પોલીસને બે કલાક લાગ્યા હતા. મશીનોની મદદથી રોકડ ગણતરી કરવામાં પોલીસને લગભગ બે કલાક લાગ્યા. હસને કહ્યું, મેનેજરે બેંકમાંથી રોકડ ઉપાડી લીધી. અમે એક્સિસ બેંકના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી છે અને જ્યારે તેઓ તુમસરની મુલાકાત લેશે ત્યારે વધુ વિગતો મેળવવામાં આવશે. તેમણે કહ્યું કે બેંક મેનેજર અને અન્ય આઠ લોકોને પૂછપરછ માટે ધરપકડ કરી લેવાઇ છે. 

  • Follow us on: