- મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર ઘર્ષણ
- મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- C-60 કમાન્ડોએ 12 નક્સલીઓને કર્યા ઠાર
મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર નક્સલવાદીઓ અને મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડો વચ્ચે ઉગ્ર અથડામણ થયું હતું. મહારાષ્ટ્ર પોલીસને આમાં મોટી સફળતા મળી છે. C-60 કમાન્ડોએ 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, બુધવારે મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર નક્સલવાદીઓ અને મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મહારાષ્ટ્ર પોલીસને આમાં મોટી સફળતા મળી છે. C-60 કમાન્ડોએ 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચેની આ અથડામણ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર વંડોલી ગામમાં થઈ હતી, જે લગભગ 6 કલાક સુધી ચાલી હતી. નક્સલવાદીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસનું આ ઓપરેશન સવારે લગભગ દસ વાગ્યે શરૂ થયું હતું. આમાં માર્યા ગયેલા એક નક્સલવાદીની ઓળખ ડીવીસીએમ લક્ષ્મણ ઉર્ફે વિશાલ અત્રામ તરીકે થઈ છે.
નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને અન્ય સામગ્રી મળી આવી છે. તેની પાસે ત્રણ AK-47, ત્રણ INSAS રાઈફલ, એક કાર્બાઈન અને એક SLR (સેલ્ફ-લોડિંગ રાઈફલ) છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે સવારે પોલીસને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. આ અંગેનું ઓપરેશન ગઢચિરોલીથી શરૂ કરવામાં આવ્યું હતું.