નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માત નાગપુરના ઈટવારી રેલવે સ્ટેશન પાસે થયો હતો. મળતી માહિતી મુજબ મુંબઈથી આવી રહેલી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન ઈટવારી રેલવે સ્ટેશન પર પહોંચતા જ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના S1 અને S2 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.


કોઈ જાનહાનિ નહીં

ટ્રેન નંબર 18029 શાલીમાર એક્સપ્રેસ મુંબઈથી શાલીમાર જઈ રહી હતી. હાલ સુધી કોઈના ઘાયલ થયા હોવાની માહિતી નથી. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

કલ્યાણમાં લોકલ પાટા પરથી ઉતરી ગઈ

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા કલ્યાણ જિલ્લામાં પણ એક લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ દુર્ઘટના વિશે માહિતી આપતા મધ્ય રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, 'આ ઘટના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી, જ્યારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ટ્રેન CSMT તરફ જઈ રહી હતી ત્યારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ઘણી ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આસામમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી

આ પહેલા આસામના ડિબ્લોંગ સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અગરતલા અને મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેન દિબાલોંગ સ્ટેશન પરથી પસાર થતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ રેલવે દ્વારા કોઈપણ માહિતી કે મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો હતો.

  • Follow us on: