મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ આજે શપથ લેવાના છે. સાંજે 5.30 કલાકે શપથ સમારોહ શરૂ થવાનો છે. પરંતુ નાયબ મુખ્યમંત્રીના નામને લઇને હજી પણ અસમંજસ છે. કારણ કે ડે.સીએમ તરીકે એકનાથ શિંદે અને અજિત પવાર શપથ લેશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ એકનાથ શિંદે ડે. સીએમ બનશે કે કેમ તેને લઇને જે  સસ્પેન્સ હતું તે હવે દૂર થઇ ગયુ છે. 


શિંદે લેશે શપથ !

શિવસેનાના નેતાઓ ઇચ્છતા હતા કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બને. તેઓને મનાવવા માટે ઉદય સામંત, સંજય શિરસાટ, સંજય ગાયકવાડ ભરત ગોગાવલે તેમને મનાવવા દીપક કેસરકર શિંદેના ઘરે પહોંચ્યા હતા. અને તેઓની મહેનત રંગ લાવી છે. એકનાથ શિંદે હવે ડે.સીએમ તરીકે શપથ લેશે. 


શું કહે છે શિવસેના નેતાઓ ? 

આ સમાચાર અગાઉ  ઉદય સામંતે કહ્યું હતું કે  કે શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી વિનંતી છે. અમારા 59 ધારાસભ્યોમાંથી કોઈને નાયબ મુખ્યમંત્રી બનવામાં રસ નથી. જો શિંદે નાયબ મુખ્ય પ્રધાનનું પદ નહીં સ્વીકારે તો અમે મંત્રી પદ સ્વીકારીશું નહીં. તો શું શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે કે કેમ તે અંગેનો નિર્ણય એક કલાકમાં લેવામાં આવશે.

શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે રાજભવનથી પરત ફર્યા બાદ અમે તમામ ધારાસભ્યો ગઈ કાલે એકનાથ શિંદેને મળવા ગયા હતા. અમે તેમને સરકારમાં શપથ લેવા વિનંતી કરી છે. સરકારમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો છે જેમાં તમારી ભાગીદારી જરૂરી છે.

ઇન્વિટેશન કાર્ડને લઇને શું છે કન્ફ્યુઝન 

શપથગ્રહણ સમારોહ માટેનું આમંત્રણ કાર્ડ ભાજપ, શિવસેના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામનો મુખ્યમંત્રી તરીકે ઉલ્લેખ છે. નાયબ મુખ્યમંત્રી પદ માટે શિંદે જૂથના આમંત્રણ કાર્ડ પર એકનાથ શિંદેનું નામ લખવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં સસ્પેન્સ વધી ગયું છે. એનસીપીના પેમ્ફલેટમાં કહેવામાં આવ્યું છે કે અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.


શિંદેએ શું કહ્યું?

દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે બુધવારે રાજ્યપાલને સમર્થન પત્ર સુપરત કરવા આવ્યા હતા. આ પછી ત્રણેય નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં શિંદેએ કહ્યું હતું કે તેઓ શપથ લેશે કે નહીં તે જણાવશે. આ પછી દેવેન્દ્ર ફડણવીસ સાંજે સાત વાગ્યે એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા. આ બેઠક લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ગૃહ મંત્રાલય આપવામાં આવી રહ્યું નથી.

ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી 

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહ્યા છે. તેઓ આઝાદ મેદાનમાં શપથ લેશે. આ સમારોહમાં પીએમ મોદી પણ હાજરી આપશે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને 23મી નવેમ્બરે તેના પરિણામો જાહેર થયા પછી લગભગ બે અઠવાડિયા સુધી વાતચીત ચાલી અને પછી આજે ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે.


  • Follow us on: