મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે. રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થતા જ તમામ એજન્સીઓ અને પોલીસ દ્વારા દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે મુંબઇમાંથી 2.3 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.


12 લોકોની કરી અટકાયત

મુંબઈના એલટી માર્ગ પોલીસ સ્ટેશનને બાતમી દ્વારા ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક લોકો મોટા પ્રમાણમાં રોકડ ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા છે. જે બાદ પોલીસ તરત જ એક્શનમાં જોવા મળી હતી. શહેરના કાલબાદેવીના ભુલેશ્વર માર્કેટમાંથી શંકાના આધારે 12 લોકોની અટકાયત કરી હતી. જેઓ પાેઆ પછી શંકાસ્પદોને પૂછપરછ માટે પહેલા મુંબાદેવી પોલીસ ચોકી પર લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ નોડલ ઓફિસર સુરેશ કાંબલેની આગેવાની હેઠળ 186-મુમ્બાદેવી વિધાનસભા મતવિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST) ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગને કરી જાણ

પોલીસે ઘટનાની માહિતી આવકવેરા વિભાગને આપી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. અટકાયત કરાયેલા 12 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ ઉપરાંત પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા પૈસા ક્યાંથી લેવામાં આવ્યા હતા.

આ પહેલા પણ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ પોલીસ અને એજન્સીઓએ ઘણી જગ્યાએથી રોકડ જપ્ત કરી હતી. ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગ મહારાષ્ટ્રમાં કડક નજર રાખી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન જુદી જુદી ટીમોએ સર્વેલન્સ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે.


  • Follow us on: