દેશના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે તેમણે એમ કહ્યું કે, બાળા સાહેબ આજે હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત, તેઓ મોદીજીને ગળે લગાવત.


ગૃહમંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે, ભારતીય સેના અને ભરતવાસીઓને મુશ્કેલી ન પહોંચાડવી જોઈએ, નહિતર ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઓપરેશન સિંદૂર પછી વિદેશ મોકલવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અંગે પ્રશ્નો ઉઠાવવા બદલ ઉદ્ધવ જૂથના શિવસેના પર નિશાન પણ સાધ્યું હતું.

ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે

શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ આપી જ દીધો છે કે, જો કોઈ નિર્દોષ નાગરિકો પર હુમલો કરશે તો ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે. પાકિસ્તાની આતંકવાદીઓને શોધીને મારી નાંખશે. દીકરીઓના કપાળ પર સિંદૂર લગાવવું સસ્તું નથી, જે કોઈ તેમને નુકસાન પહોંચાડશે તેને લોહીથી જવાબ આપવો પડશે.

મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે

વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે, લોહી અને પાણી એકસાથે વહેશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું શું થયું છે તે કોણ જાણે છે, જો બાળા સાહેબ આજે અહીં હોત, તો તેઓ ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત. અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન ભૂલી ગયું છે કે મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે.

દરેક હુમલાના જવાબ અપાયા 

પાકિસ્તાને ઉરી પર હુમલો કર્યો ત્યારે અમે સર્જિકલ સ્ટ્રાઈકથી જવાબ આપ્યો. પુલવામા પર હુમલો કર્યો, અમે હવાઈ હુમલાથી જવાબ આપ્યો. પછી તેઓએ પહેલગામ પર હુમલો કર્યો, તો ઓપરેશન સિંદૂરથી આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.


  • Follow us on: