• થાણેમાં દુઘ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા
  • મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માલશેજ ઘાટ પર દૂધ લઈને જતું ટેન્કર ટેમ્પો સાથે અથડાઈને નદીમાં ખાબક્યુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી મુજબ, થાણેના કલ્યાણ-નગર રોડ પર બોરાંદે ગામ પાસે આ અકસ્માત થયો હતો. ટોકાવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, દૂધનું ટેન્કર અને શાકભાજી ભરેલ ટેમ્પો આલેફાટાથી કલ્યાણ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ટેન્કર ટેમ્પોને ટક્કર માર્યું અને પછી નદીમાં ખાબક્યું હતું. ટેન્કરમાં મુસાફરી કરી રહેલા એક દંપતિ, તેના ટેન્કર ચાલક અને ટેમ્પો ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે દંપતીનો 4 વર્ષનો પુત્ર આબાદ બચાવ થયો છે.

પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ થઇ છે, અક્ષય દિઘે, તેની પત્ની તેજસ અને ટેન્કર ડ્રાઈવર દત્તાત્રય વામનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. થોડા સમય બાદ ટેમ્પો ચાલક શકીલ શેખનું પણ મોત થયું હતું. સ્થાનિક પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની જરૂરી જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. 

  • Follow us on: