• ઉત્તરાખંડમાં મસૂરી-દહેરાદૂન રોડ પર ચુનાખલ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત
  • શનિવારે વહેલી સવારે 5.30 વાગે કાર કાબૂ બહાર જઈને રોડ પાસેની ખડકને અથડાઈ
  • IMS યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ દહેરાદૂનથી મસૂરી ફરવા જતાં અકસ્માત નડ્યો હતો

ઉત્તરાખંડમાં મસૂરી-દહેરાદૂન રોડ પર ચુનાખલ પાસે ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં. શનિવારે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસ એક SUV કાર સવારે કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની ખડક સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માત અંગે મસૂરી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ મસૂરી પોલીસ SDRFની સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતાં. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ IMS યુનિવર્સિટીની વિદ્યાર્થીની

પ્રાપ્ત માહિતી અનુસાર, SUV કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓ દેહરાદૂનથી મસૂરી ફરવા માટે આવ્યાં હતા. જેમાં અકસ્માતમાં મોત નીજપ્યાં હતાં તે મૃતકોના નામ છે, અમન સિંહ, દિંગ્યશ પ્રતાપ, તનુજા રાવત, આશુતોષ તિવારી અને હૃદયાંશ ચંદ્રાનો સમાવેશ થાય છે. આ બધા જ વિદ્યાર્થીઓ હતાં. અકસ્માતમાં ઘાયલ નયનશ્રી નામની યુવતી IMS યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે.

IMS યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના નામ ઠામ

મળતી માહિતી મુજબ, અમન સિંહ રાણા શંકરપુરનો રહેવાસી હતો. જ્યારે, દિંગ્યશ પ્રતાપ હરિદ્વારના જ્વાલાપુરનો રહેવાસી હતો. ડીંગ્યાશની ઉંમર 23 વર્ષ હોવાનું કહેવાય છે. તે જ સમયે, તનુજા રાવત પણ હરિદ્વારની રહેવાસી હતી. ચારેય IMS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. દરમિયાન, આશુતોષ તિવારી ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહેવાસી છે. જ્યારે, હૃદયાંશ ચંદ્ર સોનભદ્રનો રહેવાસી છે. હૃદયાંશ D.I.T યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના આજે સવારે 5.30 વાગ્યે બની હતી. કારમાં છ લોકો હતા જેમાંથી પાંચના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને માહિતી મોકલી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

  • Follow us on: