• મહારાષ્ટ્રના અકોલામાં MLA કિરણ સરનાઈકના પરિવારને નડ્યો અકસ્માત
  • MLA કિરણ સરનાઈકના પરિવારના સભ્યો સહિત 5 લોકોના મોત
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. વિધાન પરિષદના સભ્ય કિરણ સરનાઈકના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ધારાસભ્ય કિરણ સરનાઈકના પરિવારના સભ્યો સહિત 5 લોકોના મોત થયા છે. આ અકસ્માત અકોલા જિલ્લાના પાતુર શહેર પાસે થયો હતો. કિરણ સરનાઈકના ભત્રીજા રઘુવીર સરનાઈકનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને અકોલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બે કાર વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો. કારમાં કિરણ સરનાઈકનો ભાઈ, ભત્રીજો, પુત્રી અને પૌત્રી મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તેમજ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાને પગલે મૃતકોની થઇ ઓળખ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાશિમ રોડ પર બે કાર સામસામે અથડાયા બાદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કિરણ સરનાઈકના ભત્રીજા રઘુવીર સરનાઈકનું મોત થયું છે. શિવાજી આમલે, સિદ્ધાર્થ યશવંત ઈંગલે અને નવ મહિનાના બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે.


  • Follow us on: