• છત્તીસગઢમાં લીકર પોલિસી સ્કેમ મામલે એક્શનમાં ઇડી
  • કુલ 205 કરોડથી વધારે સંપત્તિ કરવામાં આવી જપ્ત
  • CSMCLની રચનાને લઇને ઇડીએ લગાવ્યા છે આરોપ

ED દ્વારા લીકર પોલિસી સ્કેમ મામલે આકરી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે ઘણા દિગ્ગજો સામે કાર્યવાહી કરવામાં આવી ત્યારે હવે છત્તીસગઢમાં વધુ એકવાર આ મામલે ઇડી એક્શનમાં આવ્યું છે.. 205 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત કરી છે.

વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ લીકર કૌભાંડમાં રાયપુરના મેયર એજાઝ ધબારના ભાઈ, ભૂતપૂર્વ આઈ.એ.એસ. અનિલ તુટેજા અને અનવર ધિબર સહિતના ઘણા આરોપીઓની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતોને જપ્ત કરી છે. જેની કિંમત 205.49 કરોડ રૂપિયા છે. ઇડીએ આ મામલે આઈપીસી, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ કલમો હેઠળ છત્તીસગઢ રાજ્ય પોલીસ દ્વારા એફઆઇઆરના આધાર પર લીકર સ્કેમ મામલે નવી ફરિયાદ દાખલ કરી છે.

કોની સંપત્તિ કરવામાં આવી જપ્ત ?

ED દ્વારા અટેચ કરવામાં આવેલી મિલકતોમાં પૂર્વ IAS અનિલ તુટેજાની 14 મિલકતો એટેચ કરવામાં આવી છે, જેની કિંમત 15.82 કરોડ રૂપિયા છે. જ્યારે 115 મિલકતો અનવર ઢેબરની છે, જેની કિંમત 116.16 કરોડ રૂપિયા છે. 3 પ્રોપર્ટી વિકાસ અગ્રવાલની છે, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા છે. 33 પ્રોપર્ટી અરવિંદ સિંહની છે જેની કિંમત 12.99 કરોડ રૂપિયા છે. અરુણ પતિ ત્રિપાઠીની 1.35 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રિલોક સિંહ ધિલ્લોનની 9 મિલકતો એટેચ કરવામાં આવી છે, જેની કિંમત 28.13 કરોડ રૂપિયા છે. નવીન કેડિયાની 27.96 કરોડની જ્વેલરી પણ એટેચ કરવામાં આવી છે. આશિષ સૌરભ કેડિયા/દિશિતા વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની રૂ. 1.2 કરોડની મિલકત અને રૂ. 0.13 લાખની કિંમતનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે.

શું છે EDનો આરોપ?

EDએ કહ્યું કે CSMCLની રચના 2017માં દારૂની ખરીદી અને વેચાણ માટે કરવામાં આવી હતી, પરંતુ સરકાર બદલાતા તે સિન્ડિકેટના હાથમાં એક સાધન બની ગઈ હતી. આરોપ છે કે સીએસએમસીએલને લગતા તમામ કામોના કોન્ટ્રાક્ટ આ સિન્ડિકેટ સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવી રહ્યા હતા. EDનો દાવો છે કે ગેરકાયદેસર દારૂના વેચાણથી સિન્ડિકેટને 'મોટું કમિશન' મળ્યું, આ રકમ અનવર ઢેબરને આપવામાં આવી અને પછી તેણે રાજકીય પક્ષ સાથે શેર કરી. મહત્વનું છે કે EDએ છત્તીસગઢ એક્સાઇઝ કૌભાંડમાં જુલાઈ, 2023માં કેસ નોંધ્યો હતો. આરોપીઓમાં તત્કાલીન એક્સાઇઝ કમિશનર છત્તીસગઢ નિરંજન દાસ, અરુણ પાટી ત્રિપાઠી વિશેષ સચિવ એક્સાઇઝ, અનવર ઢેબર, અનિલ તુટેજા સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ છત્તીસગઢ અને પીએચએસએફ કંપનીના ડાયરેક્ટર વિધુ ગુપ્તાના નામ પણ સામેલ હતા.

  • Follow us on: