• હેમંત સોરેનને હાઇકોર્ટની રાહત નહી
  • હાઇકોર્ટે ઇડીની ધરપકડને પડકારતી અરજી ફગાવી
  • હવે 4 મેના રોજ થશે જામીન અરજી પર સુનાવણી

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની જામની અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. હાઈકોર્ટે EDની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે.

પૂર્વ મુખ્યમંત્રીએ EDની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી

હેમંત સોરેને ધરપકડને ગેરકાયદે ગણાવીને ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલામાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 28 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મામલામાં હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટ તરફથી નિર્ણય ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હેમંત સોરેને કહ્યું કે જે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે તે શેડ્યૂલ અપરાધનો કેસ નથી. તેમની સામે મની લોન્ડરિંગનો કોઈ કેસ બહાર આવ્યો નથી. તેમનું કહેવું છે કે બડગાઈ વિસ્તારની વિવાદિત જમીનની જે વાત કરવામાં આવી રહી છે તેના મૂળ દસ્તાવેજમાં તેમના નામનો કોઈ ઉલ્લેખ નથી. 28 ફેબ્રુઆરીએ આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આવતીકાલે જામીન અરજી પર સુનાવણી થશે

જો કે હવે પૂર્વ સીએમની જામીન અરજી પર હવે આવતીકાલે સુનાવણી થશે. આ પહેલા બુધવારે બડગઈ વિસ્તારના 8.86 એકર જમીન કેસમાં આરોપી પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર EDના વિશેષ ન્યાયાધીશ રાજીવ રંજનની કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે બંને પક્ષોને આ કેસમાં લેખિત જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.

શ્રાદ્ધમાં સામેલ થવા કરી હતી અરજી

તમને જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેને પોતાના મોટા કાકા રાજારામ સોરેનના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તે સમયે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. તે દરમિયાન પીએમએલએ કોર્ટે તેમની વચગાળાની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. સોરેને કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલે અવસાન થયું હતું. તેને તેના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેણે 13 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે આદેશમાં કહ્યું કે પોલિસ કસ્ટડીમાં રહીને તેઓ શ્રાદ્ધમાં સામેલ થઇ શકશે. અદાલતે એમ પણ કહ્યું હતું કે હેમંત સોરેન શ્રાદ્ધમાં હાજરી આપતી વખતે મીડિયા સાથે વાત નહીં કરે.


  • Follow us on: