- રાયગઢ જિલ્લામાં BSF જવાનોને લઇ જતી બસને નડ્યો અકસ્માત
- ઘટનામાં 17 જવાનો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- મતદાન મથકનું નિરીક્ષણ કરીને પરત ફરતા બની ઘટના
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં શુક્રવારે ચૂંટણી ફરજ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને લઈને જતી બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 17 જવાનો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી.
અકસ્માતની ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના જિલ્લાના ધરમજયગઢ વિસ્તારના ચાહલા ગામ પાસે સવારે 11 વાગ્યે બની હતી. BSFના 32 જવાન બસમાં સવાર થયા અને મતદાન મથકોનું નિરીક્ષણ કરવા રવાના થયા. જ્યારે તે ધરમજયગઢના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા છુહી પહાડના મતદાન મથકનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ચાહલા ગામ પાસે બસે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈ.













