- મહારાષ્ટ્રમાં CM પદની યોગ્યતાને લઇ રાજકીય ગરમાળો
- શરદ પવારે ઉદ્ધવ ઠાકરે MVAના CM ચહેરા તરીકે અસ્વીકાર
- "અમારા ગઠબંધનના ત્રણેય ભાગીદારો સાથે મળીને આ નિર્ણય લેશે"
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? આ અંગે મહારાષ્ટ્રના રાજકીય બજારમાં ભારે ચર્ચા ચાલી રહી છે. રાજકીય અટકળો વચ્ચે શરદ પવારે મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર 2024માં યોજાશે. આ પહેલા રાજ્યનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે? જેને લઈને રાજકારણ ગરમાયું છે. શરદ પવારે આજે નિવેદન આપીને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.
શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આઘાડી (MVA)ના CM ચહેરા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પવારે એમવીએમાં તમામ ડાબેરી પક્ષોને સામેલ કરવાની હાકલ પણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ 2024માં વિધાનસભા ચૂંટણી જીતશે તો તેઓ મુખ્યમંત્રી કેવી રીતે પસંદ કરશે? અને મુખ્યમંત્રી કોણ બનશે તે કેવી રીતે નક્કી થશે?
શરદ પવારે મુખ્યમંત્રીના ચહેરા પર આ નિવેદન આપ્યું હતું
શિવસેના (UBT)માં ચર્ચા ચાલી રહી છે કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડી (MVA)ના CMના ચહેરા તરીકે રજૂ કરવામાં આવે. સંજય રાઉત આ નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે કોઈ એક વ્યક્તિને મુખ્ય CMના ચહેરા તરીકે રજૂ કરવાના વિચારને નકારી કાઢ્યો હતો.
કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે અમારું ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે. એક વ્યક્તિ આપણા મુખ્યમંત્રી પદનો ચહેરો ન બની શકે. સામૂહિક નેતૃત્વ એ અમારું સૂત્ર છે. અમારા ગઠબંધનના ત્રણેય ભાગીદારો સાથે મળીને આ નિર્ણય લેશે.