- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇ અટકળોનો આખરે અંત
- મહાવિકાસ આઘાડીએ વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય
- મહારાષ્ટ્રની જનતાએ લોકશાહીને બચાવવામાં મહત્વની ભૂમિકા
મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. મહાવિકાસ આઘાડીએ શનિવારે એક પત્રકાર પરિષદ યોજીને આની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે અમારી પહેલી બેઠક વિધાનસભા ચૂંટણીને લઈને થઈ હતી. આ બેઠકમાં અમે નક્કી કર્યું છે કે રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી અમે બધા સાથે મળીને લડીશું.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે વધુમાં કહ્યું કે, દેશના લોકતંત્રને બચાવવા રાજ્યની જનતાએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું. રાજ્યની જનતાએ લોકશાહીને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યના ખેડૂતોએ પણ સરકારને સંદેશો આપ્યો છે. મહાયુતિનું ધાર્મિક ધ્રુવીકરણ પણ કામ ન આવ્યું.













