મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ (ભાજપ, શિવસેના, એનસીપીનું ગઠબંધન) બાદ હવે મહા વિકાસ અઘાડીમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ 105-110 બેઠકો પર, શિવસેના યુબીટી 90-95 અને શરદ પવારની એનસીપી 75-80 સીટો પર ચૂંટણી લડી શકે છે.


મહાયુતિમાં સીટ વહેંચણી ફાઈનલ!

જ્યાં સુધી મહાયુતિની વાત છે તો ભાજપ 152 થી 155 સીટો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 70 થી 80 સીટો પર તેના ઉમેદવારો ઉભા કરે તેવી શક્યતા છે અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 52 થી 54 સીટો પર તેના ઉમેદવારો ઉભા કરે તેવી શક્યતા છે.

આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાંબે ગઠબંધન વચ્ચે મુકાબલો

મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની NCPએ મળીને મહા વિકાસ અઘાડીની રચના કરી. આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પક્ષોને બદલે બે ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળશે. સત્તાધારી મહાયુતિ અને મહા વિકાસ આઘાડી આમને-સામને થશે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સામેલ છે. એમવીએ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં તેના પ્રદર્શનને પુનરાવર્તિત કરવા માંગે છે, જેમાં તે મહાયુતિ પર આગળ હતી.

મહા વિકાસ અઘાડી

મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી MVAએ 30 સીટો જીતી હતી, જ્યારે મહાયુતિ માત્ર 17 સીટો જીતી શકી હતી. એમવીએમાં સમાવિષ્ટ પક્ષોમાં કોંગ્રેસે 17 સીટો લડી હતી અને તેમાંથી 13 સીટો જીતી હતી. શિવસેના (UBT)એ 21 બેઠકોમાંથી 9 સીટો પર જીત મેળવી હતી, જ્યારે શરદ પવારની NCPએ 10 સીટો પર ચૂંટણી લડી હતી અને 8 સીટો જીતવામાં સફળ રહી હતી. એક અપક્ષ ઉમેદવારે પાછળથી કોંગ્રેસને ટેકો આપ્યો અને MVAની સંખ્યા 31 પર પહોંચી.

ભાજપે 99 સીટો માટે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી હતી

ગઠબંધનમાં સામેલ પક્ષો પૈકી ભાજપે 28 સીટો પર ચૂંટણી લડી હતી અને માત્ર 9 જ જીતી હતી. એકનાથ શિંદેની શિવસેનાએ 15 સીટો પર ચૂંટણી લડી હતી અને 7 પર જીત મેળવી હતી. અજિત પવારની NCP 4 સીટો પર ચૂંટણી લડી હતી અને માત્ર 1 સીટ જીતી શકી હતી. જ્યારે રાષ્ટ્રીય સમાજ પક્ષે 1 સીટ પર ચૂંટણી લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રદર્શનને પાછળ છોડીને મહાયુતિએ વિધાનસભા ચૂંટણી માટે નવી વ્યૂહરચના બનાવી અને સાથી પક્ષોએ એમવીએ પહેલા સીટોની વહેંચણીને મંજૂરી આપી. ભાજપે 99 સીટો માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે.

MVA ઉમેદવારોના નામ જાહેરાત કરશે

બીજી તરફ મહા વિકાસ આઘાડીમાં વિદર્ભ, યવતમાલ અને નાસિક પશ્ચિમ બેઠકો અંગે શરદ જૂથ, ઉદ્ધવ સેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ હતા, જેને ઉકેલવા માટે MVA નેતાઓએ રવિવારે હયાત હોટલમાં મેરાથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં શિવસેના તરફથી સંજય રાઉત, અનિલ પરબ અને આદિત્ય ઠાકરે, કોંગ્રેસ તરફથી નાના પટોલે, બાળાસાહેબ થોરાત અને રમેશ ચેન્નીથલા અને એનસીપી તરફથી શરદ પવાર, જયંત પાટીલ હાજર હતા. સીટ વહેંચણી પર સમજૂતી થયા પછી એમવીએમાં સામેલ પક્ષો પણ ટૂંક સમયમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરશે. 

  • Follow us on: