મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના પિતરાઇ ભાઇ અને શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુંબઇમાં એક લગ્ન સમારોહમાં મુલાકાત કરી. જે બાદ મહારાષ્ટ્રમાં આગામી નગર નિગમ ચૂંટણી પહેલા બંને વચ્ચે ચાલી રહેલી રાજકીય મતભેદ ઉકેલાય તેવી અટકળો તેજ બની છે.


રાજકીય રીતે અલગ થયેલા બંને ભાઈઓ રવિવારે સાંજે અંધેરી વિસ્તારમાં સરકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરના પુત્રના લગ્ન સમારોહમાં સાથે જોવા મળ્યા હતા. લગ્ન સમારોહ દરમિયાન રાજ ઠાકરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરેને મળ્યા હતા.

BMC ચૂંટણીમાં દેખાશે સાથે ? 

રાજકીય વિશ્લેષકો માને છે કે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ, ખાસ કરીને આર્થિક રીતે સમૃદ્ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને MNS અને શિવસેના (UBT) દ્વારા તેમના મતભેદો ઉકેલવાની શક્યતા છે.

ચૂંટણીની તારીખો નથી થઇ જાહેર 

મહત્વનું છે કે હજુ સુધી નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી નથી. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત હતું જ્યારે બંને ભાઈઓ જાહેરમાં મળ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની અટકળોને વેગ મળ્યો હતો.

2005માં શિવસેના છોડી હતી

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ 2005માં (તે સમયે એકીકૃત) શિવસેના છોડી દીધી અને બીજા વર્ષે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો પોતાનો પક્ષ બનાવ્યો હતો. ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તે વિપક્ષ મહા વિકાસ આઘાડી ગઠબંધનનો ભાગ હતો. એ વાત જાણીતી છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT) એ 20 બેઠકો જીતી હતી, જ્યારે MNS ને એક પણ બેઠક મળી ન હતી.

છેલ્લા ત્રણ મહિનામાં 3 વાર મળ્યા

15  ડિસેમ્બર, 2024 : રાજ ઠાકરે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં રશ્મિ ઠાકરેના ભાઈ શ્રીધર પાટણકરના પુત્ર શૌનક પાટણકરના લગ્નમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન બેઠક યોજાઈ હતી.

22 ડિસેમ્બર, 2024 : ઉદ્ધવ ઠાકરેએ મનસે પ્રમુખ રાજ ઠાકરેની બહેન જયવંતી ઠાકરે-દેશપાંડેના પુત્રના લગ્નમાં પણ હાજરી આપી હતી. આ લગ્ન દાદરના રાજે શિવાજી વિદ્યાલયમાં થયા હતા. આ લગ્ન માટે ઠાકરે પરિવાર એકત્ર થયો હતો.

23  ફેબ્રુઆરી, 2025 : તેઓ અંધેરીમાં સરકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરના પુત્રના લગ્નમાં મળ્યા.

  • Follow us on: