મણિપુર એક એવુ રાજ્ય જ્યાં હંમેશા હિંસા અને તકરાર થાય છે. ભારેલી અગ્નિજેવી સ્થિતિ રહે છે. મૈતઇ સમુદાયના નેતાની ધરપકડ કરતાની સાથે પરિસ્થિતિ વિકટ બની હતી. મણિપુરમાં શનિવારે રાત્રે 11.45 કલાકે પાંચ જિલ્લાઓમાં ઇંફાલ વેસ્ટ, ઇંફાલ ઇસ્ટ, થૌબલ, બિષ્ણુપુર અને કકચિંગમાં ઇન્ટરનેટ સેવાઓ 5 દિવસ માટે ઠપ્પ કરી દેવી પડી હતી. અરામબાઇ તેંગગોલ નામના મૈતઇ સમુદાયના નેતાની ધરપકડ કરતાની સાથે જ તણાવપૂર્ણ સ્થિતિ થઇ હતી.


અસામાજીક તત્ત્વો સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ કે પોસ્ટ કરીને લોકોને ભડકાવી શકે છે

પ્રશાસનને આશંકા છે કેટલાક અસામાજીક તત્ત્વો સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ કે પોસ્ટ કરીને લોકોને ભડકાવી શકે છે, જેનાથી શાંતિ ભંગ થાય તેવી સ્થિતિ આવી શકે છે આથી તકેદારીના ભાગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ વિભાગના સચિવ અશોક કુમાર દ્વારા આદેશ

ગૃહ વિભાગના સચિવ અશોક કુમાર દ્વારા એક આદેશ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ નિર્ણય તાત્કાલીક રીતે લેવામાં આવ્યો છે, જેથી કોઇ પ્રકારની અફવા કે કોઇની ઉશ્કેરણી પર હિંસા ન ભડકે. શાંતિ ભંગ નથાય અને સ્થિતિ નિયંત્રણમાં રહે.તેમણે એમ પણ જણાવ્યુ કે જે લોકો કાયદાને હાથમાં લેશે અથવા કાયદાને તોડવાનો પ્રયાસ કરશે તેમને છોડવામાં નહી આવે. શનિવારે મોડી રાત્રે ઇમ્ફાલમાં ભારે પ્રદર્શન થયુ હતુ જ્યારે

 અરામબાઇ તેંગગોલની ધરકડક થઇ હતી. પ્રશાસને મામલો થાળે પાડવા ભારે મહેનત કરવી પડી હતી. અફવાઓ ફેલાતી રોકવા ઇન્ટરનેટ સેવાઓ છપ્પ કરી દેવી પડી હતી, પ્રશાસન સતત અપીલ કરી રહ્યુ છે શાંતિ જાળવો, હિંસાથી ક્યારેય કોઇનું ભલુ થયુ નથી. ભ્રામક વાતોમાં ન ફસાઓ અને કોઇનો હાથો ન બની જાઓ.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કેટલાક વિસ્તારોમાં શનિવારે રાત્રે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના ટોળા એકઠા થયા હતા.રિપોર્ટ્સ અનુસાર કાકઇથેલ અને યુરીપોક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રસ્તાઓ પર ટાયર સળગાવાયા હતા તો ક્યાંક ફર્નિચરને આગ લગાવી દેવામાં આવી હતી. પ્રશાસને હાલ આ મામલે સ્પષ્ટ કર્યુ નથી કે શા માટે મૈતઇ સમુદાયના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર શુ આરોપ છે અને આટલો વિરોધ કેમ થઇ રહ્યો છે. 

  • Follow us on: