- દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી
- મનીષ સિસોદિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી શકે છે
- જામીન મળે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે: હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 14મી મેના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 31 મે સુધી લંબાવી હતી.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં જનતાનો વિશ્વાસ તોડ્યો. સિસોદિયા ખૂબ જ પ્રભાવશાળી છે અને જો તેમને જામીન મળે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. સિસોદિયા જામીન પર છૂટ્યા ત્યારે પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતાને નજરઅંદાજ કરી શકાતી નથી, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. સિસોદિયા ડેપ્યુટી સીએમ હતા, તેમની પાસે 18 વિભાગ હતા, આ દર્શાવે છે કે તેઓ પ્રભાવશાળી હતા અને પાર્ટીના પાવર સેન્ટર હતા.













