• pm મોદીએ કરી મન કી બાત
  • પ્રોજેક્ટ પરીનો કર્યો ઉલ્લેખ
  • નશા મુક્તિ માટે માનસ અભિયાનની પણ શરૂઆત

પીએમ મોદીએ આજે 112મી વખત મન કી બાત સંબોધી હતી. તેમણે આ કાર્યક્રમ મેથ્સ ઓલ્મ્પિયાડ 2024ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત તેમણે ખાદી ગ્રામોદ્યોગન વ્યવસાય, પેરિસ ઓલિમ્પિક, સરકારનું માનસ અભિયાન, પ્રોજેક્ટ પરી અને આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ જેવા અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. ત્યારે આવો જાણીએ

સરકારનું માનસ અભિયાન, પ્રોજેક્ટ પરી શું છે.

શું છે પ્રોજેક્ટ પરી ?

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એવા કલાકારો વિશે પણ વાત કરી જેઓ દેશભરમાં જાહેર સ્થળોએ સુંદર આર્ટવર્ક બનાવવામાં યોગદાન આપે છે. પ્રોજેક્ટ પરી વિશે લોકોને માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે કલાકારો રસ્તાની દિવાલો પર અથવા કોઈપણ જાહેર સ્થળોએ આર્ટવર્ક બનાવે છે તેઓ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ દ્વારા આ તમામ કલાકારો આપણી સંસ્કૃતિને લોકો સમક્ષ સારી રીતે રજૂ કરે છે અને સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવે છે. ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે આ પ્રોજેક્ટ એક ઉત્તમ માધ્યમ છે.

મહિલા સશક્તિકરણને વધુ મજબૂત કરવા માટે, સરકારે એક સ્વ-સહાય જૂથ શરૂ કર્યું છે, જેના દ્વારા હરિયાણાના રોહતક જિલ્લામાં 250 થી વધુ મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અથવા હેન્ડલૂમ વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેઓને પેઇન્ટિંગ, રંગકામ સહિત અન્ય ઘણી વસ્તુઓની તાલીમ આપવામાં આવે છે જેના દ્વારા તેઓ પોતે લાખો રૂપિયા કમાઈ શકે છે.

‘માનસ અભિયાન’નો શું છે હેતુ?

દેશભરમાં થઈ રહેલા ડ્રગના દુરુપયોગને લગતી ચિંતા વ્યક્ત કરી હતી. જે માટે પીએમ મોદીએ લોકોને ભારતને ડ્રગ મુક્ત બનાવવા માટે અપીલ કરી હતી. PMએ કહ્યું કે દેશને નશા મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા એક સેન્ટર ખોલવામાં આવ્યું છે, જેને માનસ નામ આપવામાં આવ્યું છે, આ સેન્ટર નશાની લત સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે, PM મોદીએ કહ્યું કે નશાની લતનો ભોગ બનેલા લોકો માટે સરકારે લોકોને મદદ કરવા માટે આ અભિયાન શરૂ કર્યું. તેમણે કહ્યું કે માનસ હેલ્પલાઇન અને પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને સરકારે ટોલ ફ્રી નંબર 1933 જાહેર કર્યો છે. આ પોર્ટલ અને ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરીને, વ્યક્તિ પુનર્વસન સંબંધિત માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે ડ્રગ્સ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે આ દ્વારા આપવામાં આવેલી માહિતીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે પણ શેર કરી શકે છે જે સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

  • Follow us on: