- માયાવતીએ આપ્યા ફરી ભત્રીજાને આશિષ, BSPની બેઠકમાં સાથે દેખાયા
- ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બહુજન સમાજ પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી
- આકાશ આનંદે બસપા સુપ્રીમો અને તેના ફોઇના ચરણ સ્પર્શ કર્યા
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બહુજન સમાજ પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં સૌથી અલગ ચિત્ર જોવા મળ્યું તે ફઇ અને ભત્રીજાનું હતું. એટલે કે માયાવતીના ભત્રીજા આકાશ આનંદ અને તેમના ભાઈ આનંદ કુમાર. મીટિંગમાં પહોંચતા જ આકાશ આનંદે બસપા સુપ્રીમો અને તેના ફોઇના ચરણ સ્પર્શ કર્યા. આ દરમિયાન માયાવતીએ પણ તેમના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા. આ તસવીર સામે આવ્યા બાદ આકાશ આનંદ વિશેની અટકળોનો અંત આવી ગયો છે. બસપાના વરિષ્ઠ નેતાઓ, રાષ્ટ્રીય સંયોજક અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ઉત્તરાખંડ-યુપીની પેટાચૂંટણીમાં આકાશ આનંદને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી બેઠકમાં પહોંચ્યા હતા. માયાવતી સાથે તેમના ભાઈ આનંદ કુમાર પણ હાજર હતા. આકાશ આનંદ પણ બેઠકમાં પહોંચ્યો હતો. માયાવતીની સાથે તેમના ભાઈ અને ભત્રીજા પણ બેઠકમાં પહોંચ્યા હતા. આકાશ આનંદની બહુજન સમાજ પાર્ટી મુખ્ય પ્રવાહમાં પરત આવી ગઈ છે. ગત શનિવારે ઉત્તરાખંડ-યુપીની પેટાચૂંટણીમાં આકાશ આનંદને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર બસપા સુપ્રીમો અને આકાશ આનંદ એક જ મંચ પર જોવા મળ્યા હતા.
આ યાદીમાં કુલ 13 પ્રચારકોના નામ સામેલ છે
BSPએ ઉત્તરાખંડની મેંગ્લોર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 13 પ્રચારકોના નામ સામેલ છે, જેમાં બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદનું નામ પણ છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં માયાવતીએ આકાશ આનંદને પદ પરથી હટાવ્યા હતા. બસપા ઉમેદવાર અબુદુર રહેમાન ઉર્ફે મોન્ટીની તરફેણમાં ચૂંટણી રેલી યોજશે.