મેરઠમાં ફરી એકવાર સૌરભ મર્ડર કેસ જેવી બીજી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અહીં પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને સુતેલી હાલતમાં જ પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પછી તેના મૃતદેહ પાસે સાપ મૂકી દીધો હતો. આ સાપે યુવાનને 10 વાર ડંખ માર્યા હતા.
આ રીતે આપ્યો સમગ્ર ઘટનાનએ અંજામ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક અમિતની પત્ની અને તેના બોયફ્રેન્ડે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તેના બોયફ્રેન્ડ અમરદીપે નજીકના ગામ મહમૂદપુર શીખેડામાં રહેતા એક સાપના મદારી પાસેથી 1,000 રૂપિયામાં વાઈપર સાપ ખરીદ્યો હતો. વાઇપર સાપ અત્યંત ઝેરી હોય છે, તેના ડંખથી બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. રવિવારે રાત્રે અમિત સૂઈ ગયો ત્યારે તેની પત્નીએ તેના બોયફ્રેન્ડ અમરદીપને ઘરે બોલાવ્યો. અમરદીપે અમિત સૂતો હતો ત્યારે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પત્ની રવિતા અમિતની છાતી પર બેસી ગઈ અને તેનું મોં દબાવી રાખ્યું. આ પછી સાપને મૃતદેહ નીચે દબાવી રાખવામાં આવ્યો. ફસાયેલી હાલતમાં સાપે અમિતને 10 વાર ડંખ માર્યા હતા. ઘટના પછી પત્નીએ તેના બોયફ્રેન્ડને ત્યાંથી ભગાડી દીધો અને બીજા રૂમમાં સૂવા જતી રહી. સવારે જ્યારે પરિવારના સભ્યો ઊઠ્યા ત્યારે તેમણે જોયું કે યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું. તેના હાથ નીચે એક જીવતો સાપ દબાયેલો હતો.
અઁતે ગુનો કબૂલી લીધો
શરીર પર સાપના ડંખના નિશાન જોઈને પરિવારજનોને લાગ્યું કે યુવાનનું મૃત્યુ સાપના ડંખથી થયું છે. બુધવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, જેમાં ખુલાસો થયો કે યુવકનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું. આ પછી શંકાના આધારે પોલીસે પહેલા પત્નીને કસ્ટડીમાં લીધી. પૂછપરછ દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડનું નામ જાહેર કર્યું. ત્યાર બાદ પોલીસે બંનેની કડક પૂછપરછ કરી અને તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો.
આ મામલો મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સાદાત ગામનો છે. અકબરપુર સદાત ગામનો અમિત કશ્યપ ઉર્ફે મિક્કી (ઉં.વ.25) સાપના ડંખથી મૃત્યુ પામ્યો ન હતો. અમિતની હત્યા તેની પત્ની રવિતાએ તેના બોયફ્રેન્ડ અમરદીપ સાથે મળીને કરી હતી. બંનેએ પહેલા તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેના પલંગ પર એક ઝેરી સાપ છોડી દીધો, જેથી સાપના ડંખથી તેનું મૃત્યુ થયું હોય એવું લાગે. બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું. આ પછી પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી. બુધવારે મોડીરાત્રે બંને આરોપીએ કબૂલાત કરી કે તેમણે હત્યા કરી છે
પોસ્ટમોર્ટમમાં ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને ખબર પડી કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં, પરંતુ ગૂંગળામણથી થયું હતું. આનાથી પોલીસને શંકા ગઈ કે ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે અને તેમણે તપાસ શરૂ કરી. પોલીસે બુધવારે મોડીરાત્રે અમિતની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી. શરૂઆતમાં બંનેએ પોલીસને ગેરમાર્ગે દોર્યા. તપાસ બાદ પોલીસે માહિતી આપી કે રવિતા અને અમરદીપે અમિતની હત્યા કરી છે.













