- માઇક્રોસોફ્ટનું સર્વર થયુ ડાઉન
- ભારત સરકારનું નિવેદન આવ્યુ સામે
- અશ્વિની વૈષ્ણવે આપ્યું નિવેદન
માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન હોવાથી વિશ્વ આખુ હચમચી ગયુ છે તેમ કહેવુ ખોટુ નહી. કારણ કે એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેંકિંગ અને અન્ય કોર્પોરેટ કંપનીઓ પર અસર પડી છે. ભારત સહિત વિશ્વની એરલાઇન્સ કંપનીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ છે. પરિણામે ફ્લાઇટ ડીલે થઇ રહી છે. ત્યારે આ મામલે ભારત સરકારનું નિવેદન સામે આવ્યું છે.
NIC નેટવર્ક પર અસર નહી
ભારતના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે IT મંત્રાલય વૈશ્વિક આઉટેજને લઈને માઇક્રોસોફ્ટના સંપર્કમાં છે. અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે વૈશ્વિક આઉટેજની NIC નેટવર્ક પર કોઈ અસર થઈ નથી. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા X પર આને લગતી એક પોસ્ટ શેર કરી છે.
શું કહ્યું આઇટી મંત્રાલયે ?
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ આઉટેજના કારણની ઓળખ કરવામાં આવી છે અને સમસ્યાના ઉકેલ માટે અપડેટ્સ કરવામાં આવ્યા છે. CERT આ આઉટેજ અંગે ટેકનિકલ એડવાઈઝરી જાહેર કરી રહ્યું છે. આ ઉપરાંત MeitY વૈશ્વિક આઉટેજને લઈને Microsoft અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે.
CERT-Inએ CrowdStrike અપડેટને કારણે માઈક્રોસોફ્ટ આઉટેજ અંગે એડવાઈઝરી જાહેર કરી છે અને તેને ગંભીર ગણાવી છે. વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટ યુઝર્સ દ્વારા મોટાપાયે આઉટેજનો સામનો કરવો પડે છે અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, બેંકો અને મીડિયા આઉટલેટ્સમાં વિક્ષેપના વ્યાપક અહેવાલો વચ્ચે આ સલાહ આપવામાં આવી છે.
અનેક કંપનીઓના વિમાનો નથી ભરી શક્યા ઉડાન
- અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ રોકાઇ, સ્પાઇસ જેટની સેવાઓ પ્રભાવિ
- ઇન્ડિગો, અકાસાની સેવાઓ પણ પ્રભાવિત
- ટિકિટ બુકીંગથી લઇને ઓનલાઇન ચેકિંગમાં પરેશાની
- દિલ્હી, મુંબઇ, બર્લિન, સિડનીમાં વિમાન સેવા પ્રભાવિત
- સ્પાઇસ જેટ, ઇન્ડિગો, અકાસાની વિમાન સેવા પ્રભાવિત
- ટિકિટ બુકીંગથી લઇને ચેક ઇનમાં પરેશાની
- 131 ફ્લાઇટ રદ- અમેરિકન ફ્રંટિયર એરલાઇન
- યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ્સ સ્થગિત
- અમેરિકામાં સ્કાય ન્યૂઝનું જીવંત પ્રસારણ બંધ થઈ ગયું છે.
- લંડન સ્ટોક એક્સચેન્જની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.
- દુબઈ એરપોર્ટ પણ આ ખલેલથી પ્રભાવિત થયું છે.
- હૈદરાબાદથી કોલકાતા જતા પેસેન્જરને મેન્યુઅલી ટિકિટ આપવામાં આવી હતી.
- બ્રિટનની રેલ્વે સેવાઓ પણ આ વિક્ષેપથી પ્રભાવિત થઈ છે.
- બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું લાઈવ ટેલિકાસ્ટ બંધ થઈ ગયું છે.
- નેધરલેન્ડમાં હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.