• ભારતીય વાયુસેના આગામી વર્ષે મિગ-21 ફાઈટર જેટને નિવૃત્ત કરી દેશે
  • ફલાઈંગ કોફિનના નામે કુખ્યાત ફાઈટર જેટે 1971 યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
  • મિગ-21ની 60 વર્ષની હવાઈ ડ્યૂટીમાં 400 ક્રેશ, 200 પાયલોટ શહીદ થયા છે

મિગ-21 શીત યુદ્ધ યુગનું ફાઈટર જેટ છે. ભારતીય વાયુસેના આવતા વર્ષે એટલે કે, વર્ષ-2025માં આ ફાઈટર જેટને તેના કાફલામાંથી હટાવી રહી છે. ધ ફ્લાઈંગ કોફિન તરીકે કુખ્યાત આ ફાઈટર જેટે વર્ષ-1971ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

રાજસ્થાનમાં ગત વર્ષે 28 જુલાઈએ મિગ-21 ક્રેશ થતાં બે પાયલટ શહીદ થયા હતા. 8 મે, 2023 ના રોજ, ફાઇટર જેટમાં ટેક્નિકલ ખામીને કારણે બહાર કાઢવું ​​​​પડ્યું હતું. પાયલોટ બચી ગયો. પરંતુ મિગ-21 ક્રેશને કારણે બે નાગરિકોનાં મોત થયા હતા. વર્ષ-2010થી અત્યાર સુધીમાં 20થી વધુ મિગ-21 ક્રેશ થયા છે. હવે માત્ર ત્રણ સ્ક્વોડ્રન બાકી છે. જેઓ આવતા વર્ષે નિવૃત્ત થશે. દરેક સ્ક્વોડ્રનમાં 20 ફાઈટર જેટ છે. મિગ-21 ફાઈટર જેટની મદદથી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને આ એરક્રાફ્ટથી PAKના F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ વિમાન સતત અપડેટ થતું રહ્યું.

મિગ-21ની વિશેષતા પણ જાણી લો....

માત્ર એક પાયલોટ તેને ઉડાવે છે. 48.3 ફૂટ લાંબા એરક્રાફ્ટની ઊંચાઈ 13.5 ફૂટ છે. તે મહત્તમ 2175 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. મહત્તમ શ્રેણી 660 KM છે. તે મહત્તમ 57,400 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે માત્ર 8.30 મિનિટમાં આ ઊંચાઈ સુધી પહોંચી જાય છે.

તે 23 એમએમ ગનથી સજ્જ છે જે પ્રતિ મિનિટ 200 રાઉન્ડ ફાયર કરી શકે છે. આ સિવાય પાંચ હાર્ડ પોઈન્ટ છે. તેમાં ચાર રોકેટ લગાવી શકાય છે. આ ઉપરાંત ત્રણ પ્રકારની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો તૈનાત કરી શકાય છે. આ સિવાય 500 કિલોના બે બોમ્બ લગાવી શકાય છે. હાલમાં વાયુસેના તેના સ્થાને તેજસ ફાઈટર જેટને સામેલ કરી રહી છે. મિગ-21ની પ્રથમ ઉડાન 16 જૂન 1955ના રોજ સોવિયેત સંઘમાં થઈ હતી. ચાર ખંડોમાં લગભગ 60 દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

60 વર્ષની સેવામાં અકસ્માતોની વણઝાર 

મિગ-21 ફાઈટર જેટ તેની 60 વર્ષની હવાઈ ફરજમાં તેણે 200 પાઈલટ અને 60 નાગરિકોનાં જીવ લીધા છે. તે ટેકનિકલ કારણોસર ક્રેશ થયું હતું. એટલું જ નહીં, તેને વિધવા મેકર પણ કહેવામાં આવે છે. ભારત પાસે 1966થી 1984 વચ્ચે 840 મિગ-21 ફાઈટર જેટ હતા. પરંતુ અડધા તો તૂટી પડ્યા હતા. તાજેતરમાં પણ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે.

  • Follow us on: