• કોંગ્રેસના નિષ્ઠાવાન નેતા અને કરવીરના ધારાસભ્ય
  • પીએન પાટિલે 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  • બાથરૂમમાં પડી જતા ગંભીર ઇજાઓ થઇ હતી.

કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કોલ્હાપુરની કરવીર વિધાનસભા ક્ષેત્રના ધારાસભય પી.એન પાટિલનું નિધન થયુ છે. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઇ રહ્યા હતા. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રવિવારે સવારે બાથરૂમમાં પગ લપસતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા 4 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.

બાથરૂમમાં પડી જતા થયા હતા ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ પીએન પાટીલ રવિવારે સવારે બાથરૂમમાં પગ લપસતા બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું. મગજમાં સોજો આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. તેમની એક સર્જરી પણ કરવામાં આવી હતી. મુંબઈના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સુહાસ બરાલેના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.

કોણ છે પી.એન પાટિલ ?

મહત્વનું છે કે પાટિલ કોલ્હાપુર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ હતા. 1995માં તેમણે પહેલીવાર કોલ્હાપુરની સંગરુલ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પી.એન પાટીલ જીવન ભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા રહ્યા છે પાટીલ રાજ્યના દિવંગત મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના કટ્ટર સમર્થક હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 


  • Follow us on: