- PM હાઉસમાં 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક
- કેબિનેટ બેઠકમાં શપથ લેનારા તમામ મંત્રીઓ હાજર
- આજે નરેન્દ્ર મોદીએ PM પદનો ચાર્જ સંભાળયો
PM હાઉસમાં આયોજિત મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠકમાં શપથ લેનારા તમામ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે PM મોદી કેબિનેટની પહેલી બેઠકમાં જ ઘણી મોટી જાહેરાતો કરી શકે છે.
મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. PM હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં શપથ લેનારા મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે પીએમ મોદી કેબિનેટની પહેલી બેઠકમાં જ ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. આજે અગાઉ, મોદી PMO પહોંચ્યા હતા અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડીને ત્રીજા કાર્યકાળનો પ્રથમ નિર્ણય લીધો હતો. પીએમ હાઉસમાં ચાલી રહેલી આ બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, રાજનાથ સિંહ, મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ, લલન સિંહ સહિતના મોટા નેતાઓ હાજર છે.













