- મોદી કેબિનટની આજે સાંજે 5 બેઠક
- બેઠક પહેલા જ ખાતા ફાળવણીને લઇને ચર્ચા તેજ
- ટીડીપી કોટાથી 2 સાંસદ મંત્રી બન્યા છે
મોદી કેબિનેટની બેઠક સાંજે 5 કલાકે છે.ત્યારે બેઠક પહેલા જ ખાતા ફાળવણીને લઇને ચર્ચા તેજ બની છે. તેવામાં એક ટીડીપી સાંસદનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જાણકારી આપી છે કે ટીડીપીના સાંસદની નજર કયા ખાતા પર છે. મહત્વનું છે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ટીડીપી કોટાથી 2 સાંસદ મંત્રી બન્યા છે. એક ચંદ્રશેખપ પેમ્માસાની અને બીજા છે રામ મોહન નાયડું.
શું જણાવ્યું ટીડીપી સાંસદે ?
સામાચાર એજન્સી સાથે વાત કર્યા મુજબ ટીડીપી સાંસદ કૃષ્ણા પ્રસાદે આંધ્ર પ્રદેશ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ અને અમરાવતીને મહાનગર તરીકે વિકસિત કરવાની સાથે સાથે રાજ્યના હજાર કિલોમીટરના દરિયાકાંઠા પર બંદરોના નિર્માણ જેવી મોટી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં રાજ્યની પ્રગતિ માટે માળખાકીય વિકાસ મહત્વપૂર્ણ છે. પ્રસાદે એનડીએ સરકારની રચનાની પ્રશંસા કરી અને કહ્યું કે દેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે. પાંચ વર્ષની અંદર પાંચમા સૌથી મોટા અર્થતંત્રમાંથી ત્રીજા સ્થાને પહોંચવાનું લક્ષ્ય છે. પ્રસાદે કહ્યું કે અમારું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ છે.
NDA સરકારની રચનામાં ટીડીપીની મહત્વની ભૂમિકા
મહત્વનું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં TDPને 16 બેઠકો મળી છે. એનડીએ સરકારની રચનામાં ટીડીપીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. PM મોદીના નેતૃત્વમાં NDAએ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે. મોદીની સાથે વિવિધ પક્ષોના 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે. મોદી સરકારમાં 30 કેબિનેટ મંત્રી, પાંચ સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રી છે. 19 કેબિનેટ મંત્રી સહિત 34 મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સહયોગી દળના 5 સાંસદોને કેન્દ્રીય મંત્રી પરિષદમાં જગ્યા મળી છે. મહત્વનું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને 293 સીટો મળી છે. જેમાંથી ભાજપના ખાતામાં 240 સીટો છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં 282 અને 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી.