• મોદી સરકાર 3.0નો યોજાયો શપથગ્રહણ સમારોહ
  • 71મંત્રીઓએ લીધા મંત્રી પદના શપથ
  • મંત્રી મંડળમાં મુસ્લિમ એક પણ નહી 

નરેન્દ્ર મોદીએ 9 જૂને 71 મંત્રીઓએ સાથે પીએમ પદના શપથ લીધા હતા. મોદી સરકારના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું નથી. આઝાદી પછી આ પહેલી કેન્દ્ર સરકાર છે, જેમાં તેની કેબિનેટની રચનામાં કોઈ મુસ્લિમને સ્થાન મળ્યુ હોય.

2014માં કેટલા હતા મુસ્લિમ મંત્રી?

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની અને પ્રથમ કાર્યકાળમાં નજમા હેપતુલ્લા, એમજે અકબર અને મુખ્તાર અબ્બાસ નકવીના રૂપમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓને મંત્રીમંડળમાં બનાવવામાં આવ્યા. નજમા હેપતુલ્લા કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બન્યા, જ્યારે એમજે અકબર અને નકવી રાજ્ય મંત્રી હતા.

2019માં કેટલા હતા મુસ્લિમ ?

2019માં મુખ્તાર અબ્બાસ નકવીને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું. પરંતુ 2022 માં રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયા પછી, નકવીએ મંત્રી પદ છોડી દીધું. ત્યારપછી કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમને સામેલ કરવામાં આવ્યા નથી. આ રીતે મોદીના કાર્યકાળમાં શરૂ થયેલો ત્રણ મુસ્લિમ મંત્રીઓનો ટ્રેન્ડ હવે શૂન્ય પર પહોંચી ગયો છે.

વાજપેયીના સમયમાં કોણ હતા મુસ્લિમ નેતા ?

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં સિકંદર બખ્ત, આરીફ બેગ, મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈનનો સમાવેશ થતો હતો. સિકંદર બખ્ત અને આરીફ બેગ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા હતા. . શાહનવાઝ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપના મુસ્લિમ નેતા માટે લોકસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મુશ્કેલ કામ હતું.

લઘુમતી સમુદાયના 5 મંત્રીઓ

મોદી સરકારમાં લઘુમતી સમુદાયના 5 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જેમાં કિરેન રિજિજુ અને હરદીપ પુરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ આઠવલે રાજ્યકક્ષાના મંત્રી છે. રિજિજુ અને કુરિયન ખ્રિસ્તી સમુદાયમાંથી છે જ્યારે હરદીપ પુરી અને બિટ્ટુ શીખ સમુદાયમાંથી છે. રામદાસ આઠવલે બૌદ્ધ ધર્મના છે. આમ, મંત્રીમંડળમાં કોઈ મુસ્લિમ નથી.

2019ની સરખામણીએ સુધારો

જોકે અગાઉની મોદી સરકારની સરખામણીએ આ વખતે લઘુમતી પ્રતિનિધિત્વમાં થોડો સુધારો જોવા મળ્યો છે. 2019 માં ચાર લઘુમતી ચહેરા હતા, કિરણ રિજિજુ, હરદીપ પુરી, મુખ્તાર અબ્બાસ નકવી અને હરસિમરત બાદલ. નકવીએ 2022 માં રાજીનામું આપ્યું હતું અને હરસિમરતની પાર્ટી શિરોમણી અકાલી દળે NDA સાથે સંબંધો તોડી નાખ્યા હતા. આ વખતે મોદી સરકારમાં લઘુમતી સમુદાયમાંથી પાંચ મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 

  • Follow us on: