- ઓડિશાના મોહન ચરણ માઝી CM પદના શપથ લેશે
- શપથ ગ્રહણ સમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
- ઓડિશાના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ મોહન માઝી લેશે
ઓડિશાના મોહન ચરણ માઝી બુધવારે CM તરીકે શપથ લઇ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા છે.
ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. મોહન ચરણ માઝીએ બુધવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદાએ પણ શપથ લીધા હતા.
માઝી કેબિનેટમાં 13 મંત્રીઓના શપથ લીધા
સુરેશ પૂજારી, રવિનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ અને કૃષ્ણ ચંદ્ર પાત્રાએ ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીની કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
માઝી કેબિનેટમાં 13 મંત્રીઓ પણ શપથ લીધા છે. જેમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, ગણેશ રામ સિંહ ખુંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલસામંતા, ગોકુલા નંદ મલ્લિક અને સંપદ કુમાર સ્વૈનનો સમાવેશ થાય છે.
ઓડિશાના મંત્રીઓની યાદી
- કનક વર્ધન સિંહ દેવ
- પ્રવતિ પરિદા
- સુરેશ પૂજારી
- રબીનારાયણ નાઈક
- નિત્યાનંદ ગોંડ
- કૃષ્ણ ચંદ્ર પાત્ર
- પૃથ્વીરાજ હરિચંદન
- મુકેશ મહાલિંગ
- વિભૂતિ ભૂષણ જેના
- કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
- ગણેશ રામસિંહ ખુંટિયા
- સૂર્યવંશી સૂરજ
- પ્રદીપ બાલાસામંતા
- ગોકુલા નંદ મલ્લિક
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના સીએમ પણ હાજર છે.
ભાજપે પહેલીવાર ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી
ભાજપે પહેલીવાર ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની 147 બેઠકોમાંથી ભાજપને 78 બેઠકો મળી છે. તે જ સમયે, નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી) એ 51 બેઠકો, કોંગ્રેસ 14, સીપીઆઈ(એમ) 1 અને અન્યને 3 બેઠકો પર જીત મેળવી છે.
લોકસભા ચૂંટણીમાં પણ પહેલીવાર ભાજપે અહીં મોટી જીત નોંધાવી છે. રાજ્યની 21 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને એક બેઠક મળી છે. બીજેડી અને અન્ય પક્ષોને એક પણ બેઠક મળી નથી. 2019માં બીજેપીએ 8 સીટો જીતી, બીજેડીએ 12 સીટ જીતી અને કોંગ્રેસે એક સીટ જીતી. એટલે કે આ વખતે ભાજપને 12 બેઠકોનો ફાયદો છે.