• આગામી 2-3 દિવસ દેશના અનેક ભાગોમાં વરસાદ રહેશે
  • 29 જૂનથી 3 જુલાઈ સુધી દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદ થશે
  • ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગાહી મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ અને પંજાબના કેટલાક અન્ય ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

દેશના ઘણા રાજ્યોમાં વરસાદની માહોલ જામ્યો

હવે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની માહોલ જામ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે (29 જૂન) ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે, દિલ્હી અને પૂર્વોત્તર રાજ્યો સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. IMD એ પણ કહ્યું કે શનિવારે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું પૂર્વી ઉત્તર પ્રદેશના બાકીના ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.

ચોમાસું હવે રાજસ્થાનમાં જેસલમેર, ચુરુ, ભિવાની, દિલ્હી, અલીગઢ, હરદોઈ, મુરાદાબાદ, ઉના (પશ્ચિમ ઉત્તર પ્રદેશ), પંજાબમાં પઠાણકોટ અને જમ્મુમાંથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ અને પંજાબના કેટલાક વધુ ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

IMDએ બુલેટિનમાં જણાવ્યું છે કે, 29 જૂનથી 3 જુલાઈ સુધી દિલ્હી, હરિયાણા ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. આ સિવાય પશ્ચિમ રાજસ્થાનમાં 29 જૂન, 2 અને 3 જુલાઈએ જ્યારે છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા તટીય વિસ્તાર, ઝારખંડ, ઓડિશામાં 29 અને 30 જૂન અને બિહારમાં 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

આગામી પાંચ દિવસ દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે. કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


  • Follow us on: