• લીકર પોલિસી સ્કેમને લઇને ઇડીની તપાસ તેજ
  • ઇડીની રડાર પર છે વધુ AAPના 10 નેતાઓ
  • ગમે ત્યારે થઇ શકે છે આ નેતાઓની ધરપકડ

લીકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે આપ પર ઇડીએ સકંજો કસ્યો છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, વિજય નાયર આ બધા પર તો કાર્યવાહી ચાલી જ રહી છે પરંતુ હજીપણ આપના નેતાઓ છે જેઓ ઇડીની રડાર પર છે. કોણ છે તે આવો જાણીએ.

EDની રડાર પર આ નેતાઓ

રાજકુમાર આનંદઃ

દિલ્હી કેબિનેટ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજકુમાર આનંદ તપાસ એજન્સીની રડાર પર છે. 2 નવેમ્બર, 2023 ના રોજ, જે દિવસે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDનું પ્રથમ સમન્સ મળ્યું, તે જ દિવસે EDએ રાજકુમાર આનંદને ત્યાં દરોડા પાડ્યા હતા જેની તપાસ 23 કલાક સુધી ચાલી હતી.

અમાનતુલ્લા ખાન

આમ આદમી પાર્ટીના ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પણ EDના રડાર પર છે. તેમની ક્ષણે ધરપકડ થઇ શકે છે. EDએ પૂછપરછ માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા છે પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.તો EDએ બિનજામીનપાત્ર વોરંટની માંગણી સાથે રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અગાઉ EDની ફરિયાદ પર, કોર્ટે 20 એપ્રિલ માટે સમન્સ પાઠવ્યું હતું.

દુર્ગેશ પાઠક

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD ચૂંટણીમાં પાર્ટી માટે ચાણક્યની ભૂમિકા ભજવનાર દુર્ગેશ પાઠક પણ EDના રડાર પર છે. 8 એપ્રિલે EDએ આ કેસમાં દુર્ગેશ પાઠકની લગભગ 5 કલાક પૂછપરછ કરી હતી.

વિભવ કુમાર

માત્ર આમ આદમી પાર્ટીના નેતા જ નહીં, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમાર પણ એજન્સીના રડારમાં છે. 8 એપ્રિલે એક્સાઇઝ કેસમાં EDએ વિભવની કલાકો સુધી પૂછપરછ કરી હતી.આ પહેલા EDએ દિલ્હી જળ બોર્ડ કૌભાંડમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વિભવના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

એન.ડી ગુપ્તા

ઈડીએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના ખજાનચી એનડી ગુપ્તાના ઘર પર પણ દરોડા પાડ્યા છે અને કલાકો સુધી તેમની પૂછપરછ કરી હતી.

કૈલાશ ગેહલોત

દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગેહલોત પણ EDના રડાર પર છે. EDએ આ કેસમાં તેમની 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડીનો એવો પણ આરોપ છે કે વિજય નાયર કૈલાશ ગેહલોતને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં રહેતા હતા અને કૈલાશ ગેહલોતે પણ એક્સાઈઝ પોલિસીના મુસદ્દામાં ભૂમિકા ભજવી હતી.

દીપક સિંગલાઃ

આપ પાર્ટીના નેતા અને ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રભારી રહેલા દીપક સિંગલાને ત્યાં પણ ઇડીએ દરોડા પાડ્યા હતા. 27 માર્ચે ઇડીએ દરોડા પાડ્યા હતા.

ગુલાબ સિંહ યાદવ:

આમ આદમી પાર્ટીના મતિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે 23 માર્ચ, 2024ના રોજ દરોડા પાડ્યા હતા જે તપાસ 24 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

  • Follow us on: