• ગ્રેટર નોઈડાની આર્યન રેસિડેન્સીમાં આવેલી હોસ્ટલના વિદ્યાર્થીઓ
  • 76 વિદ્યાર્થીઓએ નોલેજ પાર્ક વિસ્તારમાં ભોજન બાદ ફૂડ-પોઈઝનિંગ
  • ફૂડ પોઈઝનિંગની ફરિયાદ બાદ તમામને હોસ્પિટલમાં દાખલ કરાયાં

યુપીના ગ્રેટર નોઈડામાં 70થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ ખોરાકના ઝેરને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં ભોજન કર્યા બાદ 76 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આર્યન રેસિડેન્સી અને લોયડ હોસ્ટેલના 76 વિદ્યાર્થીઓ

પોલીસના જણાવ્યા અનુસાર, નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્યન રેસિડેન્સી અને લોયડ હોસ્ટેલના 76 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાની બહાર છે.

ખોરાકી ઝેરને કારણે હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓ

ગ્રેટર નોઈડામાં આવેલ નોલેજ પાર્ક વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગ થતાં અનેક વિદ્યાર્થીઓની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. જેમાં અહીંની આર્યન રેસિડેન્સી, નોલેજ પાર્ક 1, ગ્રેટર નોઈડાના 70થી વધું વિદ્યાર્થીઓને ખોરાકી ખેરના કારણે હાસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.


  • Follow us on: