• મધ્યપ્રદેશના છત્તરપુરમાં મોટી દુર્ઘટના
  • બાગેશ્વર ધામ દર્શને જઇ રહ્યા હતા દર્શનાર્થીઓ
  • રિક્ષા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત

મધ્યપ્રદેશના છતરપુરમાં મોટો અકસ્માત થયો છે. રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ તમામ લોકો બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા.

બાગેશ્વરધામ જઇ રહ્યો હતો પરિવાર 

મળતી માહિતી મુજબ પરિવાર છત્તરપુરના બાગેશ્વરધામ ખાતે દર્શનાર્થે જઇ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની. જેમાં રિક્ષા નંબર UP 95 AT 2421 છતરપુર રેલ્વે સ્ટેશનથી બાગેશ્વર ધામ જઈ રહી હતી. તે દરમિયાન ટ્રક PB 13 BB 6479 સાથે ટક્કર થઈ હતી. સવારે 5 કલાકે આ ઘટના બની. ઘાયલોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલ છતરપુર મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ટ્રકે અચાનક બ્રેક મારતા ટ્રકની પાછળ આવી રહેલી રિક્ષાએ અચાનક બ્રેક મારતા ટક્કર વાગી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મુંડન કરાવા જઇ રહ્યો હતો પરિવાર

એવી માહિતી સામે આવી હતી કે પરિવાર 1 વર્ષના બાળકનું મુંડન કરાવા જઇ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની જેમાં પરિવાર આખો બરબાદ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લખનૌની સંગીતા યાદવના પતિ અને 1 વર્ષની પુત્રીનું પણ મોત થયું છે, જ્યારે બે પુત્રીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

  • Follow us on: