ભારતમાં મંકી પોક્સના ત્રીજા દર્દીનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, દર્દી કેરળનો રહેવાસી છે જે તાજેતરમાં દુબઈથી ભારત આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તે મંકીપોક્સના ક્લેડ 1B વાયરસથી સંક્રમિત છે.


કેરળના મલપ્પુરમમાં મંકીપોક્સનો કેસ નોંધાયો હતો

તાજેતરમાં કેરળના મલપ્પુરમમાં મંકીપોક્સનો બીજો દર્દી મળી આવ્યો હતો. આ વ્યક્તિ UAEથી ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ દર્દીની તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે, તેને મંકીપોક્સનો ચેપ લાગ્યો હતો. ત્યારે કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, જે લોકો વિદેશ પ્રવાસનો ઈતિહાસ ધરાવે છે તેઓને આ વાયરસના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ સૂચના આપી હતી.

મંકીપોક્સનો પહેલો દર્દી દિલ્હીમાં જોવા મળ્યો હતો

અગાઉ દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી નોંધાયો હતો. જે વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા પછી દર્દીને દિલ્હીની એક હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો હતો. આઈસોલેટ સમયે દર્દીની સ્થિતિ સ્થિર હતી.

WHOએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી

આફ્રિકામાં મંકીપોક્સના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ થોડા અઠવાડિયા પહેલા આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. WHOએ કહ્યું હતું કે, બે વર્ષ પહેલા પણ મંકીપોક્સ વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો. તે સમયે વિશ્વભરમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.

મંકીપોક્સને લઈ સરકાર પણ એલર્ટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંકીપોક્સને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારે પહેલેથી જ કહ્યું છે અને સલાહ આપી છે કે, મંકીપોક્સને લઈને વધુ ગભરાશો નહીં. સરકારે મંકીપોક્સને લઈ એરપોર્ટ પર પરીક્ષણ પણ વધાર્યું છે. આ સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો તેમને કોઈ લક્ષણો દેખાય તો તેઓ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરે.

પ્રથમ દર્દી વિશે આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, ભારતમાં જોવા મળેલો પહેલો દર્દી WHO દ્વારા નોંધાયેલા વાયરસ સાથે સંબંધિત નથી. કારણ કે આ દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2ના એમપોક્સ વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. હવે ત્રીજો દર્દી જે આગળ આવ્યો છે તે ગ્રેડ 1B વાયરસથી સંક્રમિત છે.


  • Follow us on: