બસ્તરના પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આરોપી સુરેશ ચંદ્રાકરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી રિતેશ ચંદ્રાકર અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. રિતેશ ચંદ્રાકર મુકેશ ચંદ્રાકરનો પિતરાઈ ભાઈ હોવાનું કહેવાય છે. પોલીસ બીજા આરોપી સુરેશ ચંદ્રાકરને શોધી રહી છે. સુરેશ એ કોન્ટ્રાક્ટર છે જેની મિલકત પર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ સેપ્ટિક ટાંકીમાંથી મળ્યો હતો. 11 સભ્યોની SIT ટીમ આ કેસની તપાસ કરશે. જેથી પોલીસ સુરેશના બેંક ખાતાની વિગતો મેળવી રહી છે. તેના 3 ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે. હત્યાની ઘટનાને રિતેશ અને મહેન્દ્ર રામટેકે (સુપરવાઈઝર)એ અંજામ આપ્યો હતો. દિનેશ ચંદ્રાકર ત્રીજો આરોપી હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ મામલે ટૂંક સમયમાં મોટો ખુલાસો થઈ શકે છે.













