મુંબઇના મલાડ ઇસ્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની 30 જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રસાય હાથ ધર્યા હતા. આ આગનુ સ્વરૂપ એટલુ વિકરાળ હતુ કે આસપાસની દુકાનોને પણ નુકસાન પહોંચ્યુ હતુ. સમય અને સંજોગને જોતા આસપાસની દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. આ ભીષણ આગમાં 100 ગોડાઉન બળીને ખાખ થયા હતા.


મુંબઇના મલાડ ઇસ્ટમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગના કારણે ઘુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બહુમાળી ઇમારતના ત્રીજા માળે લાગેલી આગના કારણે ધીરે ધીરે સંપૂર્ણ ઇમારત આગની લપટોમાં આવી ગઇ હતી. આ આગ ફિલ્મસીટીની બાજુમાં લાગી હોવાથી શૂટીંગના સામનને નુકસાન પહોંચ્યુ હતુ. ગોડાઉનમાં શૂટીંગનો સામાન મુકવામાં આવતો હોવાથી એ પણ આગની લપટોમાં આવી ગયો હતો. 

  • Follow us on: