મુંબઇ પોલીસે પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદીના વિમાનને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી આપતો કોલ આવ્યો હતો. આ મામલે મુંબઇ પોલીસે આ મામલે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે. મુંબઇના ચેમ્બૂર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર વિદેશ પ્રવાસ પહેલા ધમકીભર્યો ફોન આવ્યા બાદ મંગળવારે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.


મુંબઇ પોલીસે ઝડપી પાડ્યો કોલ કરનાર

મુંબઇ પોલીસનું કહેવુ છે કે 11 ફેબ્રુઆરીએ મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે પ્રધાનમંત્રી મોદી સત્તાવાર વિદેશ યાત્રા પર હોવાથી આતંકવાદીઓ તેમના વિમાન પર હુમલો કરી શકે છે. માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, "મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે સાથે જ એમ પણ જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે.

પીએમ મોદી છે વિદેશ પ્રવાસે 

મહત્વનું છે કે હાલ પીએમ મોદી ફ્રાન્સના પ્રવાસે છે. ત્યાંથી તેઓ બે દિવસ અમેરિકા જવા રવાના થશે. પીએમ મોદી દક્ષિણ ફ્રાન્સના માર્લેવી પહોંચ્યા હતા. જ્યાં સ્વાતંત્ર્ય સેનાની વીડી સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી મંગળવારે ફ્રાન્સ પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા અને પેરિસમાં AI એક્શન સમિટ અને 14મા ભારત-ફ્રાન્સ CEO ફોરમની સહ-અધ્યક્ષતા કરી હતી.


  • Follow us on: