મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બાબા સિદ્દીકીની હત્યાને એક કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટના ગણાવી છે. મુંબઇ પોલીસે રવિવારે આ બાબતની પુષ્ટિ કરી હતી. મહત્વનું છે કે હત્યા મામલો કુલ 3 શૂટર્સની ઓળખ થઇ ગઇ છે. જેમાંથી 2 લોકોને તો ઝડપી લીધા છે. જો કે હજી એક આરોપી ફરાર છે.


15 ટીમ બનાવીને તપાસ તેજ 

માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે મુંબઇ પોલીસે કમર કસી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટીમ માસ્ટર માઇન્ડને શોધવામાં વ્યસ્ત બની છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 15 ટીમો અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવી છે.

કોણ છે આરોપી ?

  • હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (23 વર્ષ)
  • યુપીના રહેવાસી ધરમરાજ કશ્યપ (19 વર્ષ)
  • શિવ કુમાર પણ યુપીના રહેવાસી તરીકે થઈ છે.


તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે હત્યાનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હતું અને આરોપીઓને પૈસા પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા. દરેક શૂટરને ખર્ચ માટે 50,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. હેન્ડલરની હજુ સુધી ઓળખ થઈ નથી. ત્રણેય આરોપી 25 થી 30 દિવસ સુધી કુર્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા. આરોપીઓને થોડા દિવસો પહેલા હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા.


શું છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

ત્રીજા આરોપી શિવ કુમાર અંગે પોલીસ સૂત્રોનો દાવો છે કે તે 5-6 વર્ષથી પુણેમાં ભંગારના વેપારી માટે કામ કરતો હતો. શિવે થોડા મહિના પહેલા ધર્મરાજને પણ કામ માટે પુણે બોલાવ્યો હતો. સોપારી આપનાર વ્યક્તિએ ગુરમેલને શિવ અને ધર્મરાજની ઓળખાણ કરાવી હતી. ગુરમેલ સામે હત્યાનો કેસ પણ નોંધાયેલ છે. હાલ, બાકીના બે આરોપીઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી.


  • Follow us on: