મુંબઈના ધારાવી વિસ્તારમાંથી એક ભયાનક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. રોડ કિનારે 6 કાર પાર્ક કરેલી હતી. તે દરમિયાન એક બેકાબુ ટેન્કરે પાછળથી તમામ વાહનોને ટક્કર મારી દેતા 6 કાર ખીણમાં પડી ગઇ. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.


ભયંકર હતો અકસ્માત 

મહત્વનું છે કે એક ફુલ સ્પીડમાં ટેન્કર આવી રહી હતી તેણે રોડની કિનારે પાર્ક કરેલા છ વાહનોને ટક્કર મારી હતી. જે બાદ તમામ પાર્ક કરેલા વાહનો ખાડામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આ અકસ્માત સવારે 6 વાગે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા વાહનોના માલિકો રાત્રિના સમયે પોતાના વાહનો રોડ કિનારે પાર્ક કરીને પોતાના ઘરે જતા રહ્યા હતા. વહેલી સવારે એક બેકાબુ ટેન્કરે વાહનોને ટક્કર મારી હતી.

નાળામાં પડી કાર

અથડામણ થતાં જ તમામ વાહનો નાળામાં ખાબકી ગયા હતા. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરે વાહનોને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી હતી.

સદનસીબે જાનહાનિ ટળી 

આ અકસ્માતમાં 6 વાહનોને નુકસાન થયું છે. ગટરમાં તરતા તમામ વાહનોને દૂર કરવા માટે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ અકસ્માતની સૌથી સારી વાત એ છે કે અકસ્માત દરમિયાન નુકસાન થયેલા વાહનોમાં કોઈ હાજર નહોતું. આથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની હજુ સુધી કોઈ માહિતી નથી.

  • Follow us on: