મુંબઇ વિશ્વવિદ્યાલય જે દેશભરમાં પ્રતિષ્ઠીત યુનિવર્સિટીમાંની એક છે. તેનો એક હોબાળો જોવા મળ્યો છે. પ્રમાણપત્ર પર મુંબઇ વિશ્વવિદ્યાલયે પોતાની ખોટી સ્પેલિંગ છાપતા હંગામો સર્જાયો હતો. ટાઇપિંગ એરરના કારણે આ સમગ્ર ભૂલ થઇ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ સ્પેલિંગ મિસ્ટેકના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો આ તરફ મુંબઇ વિશ્વવિદ્યાલયે વિશ્વાસ અપાવ્યો છે કે જલદી જ ભૂલ સુધારવામાં આવશે.
પ્રમાણપત્ર પર "Mumabai" છાપ્યુ
શૈક્ષણિક વર્ષ 2023-24માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કુલ 1.64 લાખ વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે. દીક્ષાંત સમારોહ દરમિયાન, વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના પર 'mumbai'ને બદલે 'mumabai' છાપેલું હતું. યુનિવર્સિટીની આ ભૂલ પર વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સર્ટિફિકેટમાં ખોટી છાપકામનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખોટી રીતે છાપેલા પ્રમાણપત્રો દીક્ષાંત સમારોહમાં વહેંચવામાં આવ્યા હતા. આ પછી, કેટલાક વિદ્યાર્થીઓને એવું પણ લાગે છે કે પ્રમાણપત્ર નકલી છે. દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક મુંબઈ યુનિવર્સિટી, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ પર ખોટી છાપકામને કારણે ટીકાનો સામનો કરી રહી છે. ટાઈપિંગ ભૂલને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આશ્ચર્ય અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, યુનિવર્સિટી પ્રશાસને ખાતરી આપી છે કે આ ભૂલ શક્ય તેટલી વહેલી તકે સુધારી લેવામાં આવશે.
1.64 લાખ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો પર ખોટી છાપકામ?
વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ભૂલ યુનિવર્સિટીની બેદરકારી દર્શાવે છે. ઘણા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પ્રમાણપત્રોની તસવીરો શેર કરી છે અને યુનિવર્સિટી પાસેથી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. મુંબઈ યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કેટલાક પ્રમાણપત્રોમાં ફક્ત છાપકામની ભૂલ થઈ છે. અમે તેને સુધારી રહ્યા છીએ અને કોઈપણ વધારાના શુલ્ક વિના વિદ્યાર્થીઓને નવા પ્રમાણપત્રો આપવામાં આવશે."