અલીગઢના સાસુ-જમાઇના પ્રેમ પ્રકરણની ચર્ચા ચોમેર થઇ રહી છે. દીકરીના 16 એપ્રિલે લગ્ન થવાના હતા તે પહેલા જ સાસુ તેના જમાઇ સાથે ભાગી ગઇ. આ ઘટનાને લઇને પરિવાર સહિત સૌ કોઇને ચોંકાવી દીધા છે. વળી સાસુ, દીકરીના લગ્ન માટેની તૈયારી માટે રાખેલા રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણા લઇને ફરાર થઇ ગઇ છે. આ મામલે પીડિત પતિના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે આજે તેણે આ કેસને લઇને એવી માહિતી આપી કે પોલીસ પણ ચોંકી.
અલીગઢથી પોતાના થનારા જમાઈ સાથે ભાગી ગયેલી સાસુની પ્રેમકથા આજકાલ સમાચારમાં છે. પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે બંને ક્યાં ભાગી ગયા હતા, જોકે તેમનું છેલ્લું લોકેશન ઉત્તરાખંડના રુદ્રપુર નજીક મળી આવ્યું હતું. આ દરમિયાન ભાગી ગયેલી મહિલાના પતિ જીતેન્દ્રએ બીજી ઘણી વાતો કહી જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ.
બીમારીનું બહાને શરૂ થઇ પ્રેમ કહાની!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાના સાસુનો પતિ જીતેન્દ્રએ જણાવ્યું હતું કે 1 માર્ચે તેની પત્નીએ કહ્યું કે મારી પત્ની તેના ભાવિ જમાઇના ઘરે ગઇ હતી. તેણે કહ્યું હતુ કે ભાવિ જમાઇ બીમાર છે. તેના સ્વાસ્થ્ય માટે ખબર પૂછવા જઇ રહી હોવાનું કહીને મારી પત્ની તેના ઘરે ગઇ હતી. પરંતુ પાછળથી અમને વાસ્તવિકતા ખબર પડી કે તે તેના એટલે કે ભાવિ જમાઇના ઘરે જ એકલી 5 દિવસ રોકાઇ હતી.
5 દિવસ એકલી રહીને આવી
પાંચ દિવસ પછી ભાવિ જમાઇ રાહુલ સાથે મારી પત્ની ઘરે આવી. જમાઇ રાહુલ તેને ગામની પ્રાથમિક શાળા પાસે મૂકીને ચાલ્યો ગયો. તે સમયે કોઈને કંઈ શંકા નહોતી, પરંતુ બીજા દિવસે બંને ભાગી ગયા.
પોલીસે શોધખોળ કરી તેજ
મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ. ડેપ્યુટી એસપી મહેશ કુમારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડના રુદ્રપુરમાં કામ કરતો રાહુલ બંનેનું છેલ્લું સ્થાન હતું. પોલીસને શંકા છે કે બંને બસ દ્વારા ઉત્તરાખંડ ગયા છે. તેમના મોબાઇલ નંબરોની કોલ ડિટેલ્સ અને IMEI ટ્રેકિંગ દ્વારા તેમનું ચોક્કસ સ્થાન ટૂંક સમયમાં શોધી શકાશે.
શું છે મામલો ?
અલીગઢના મદ્રક વિસ્તારના એક ગામમાં રહેતા એક વ્યક્તિની પુત્રીના લગ્ન 16 એપ્રિલે થવાના હતા. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો. કાર્ડ છપાઈ ગયા હતા, સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ પછી તે માણસની પત્ની અને થનારો જમાઈ લાખોના ઘરેણાં અને રોકડ લઈને ભાગી ગયા. શરૂઆતમાં પીડિતાને લાગ્યું કે કદાચ તેની પત્ની સંબંધીઓને મળવા ગઈ હશે, પરંતુ જ્યારે પુત્રીનો થનારો વર પણ ગુમ થઈ ગયો, ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો.
તે જીવે કે મરે કંઇ ફરક નથી પડતો
પીડિતને ખ્યાલ નહોતો કે મામલો આટલો ગંભીર હોઈ શકે છે, પરંતુ જ્યારે તેને આ વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગયો. પીડિતની પુત્રીનું કહેવું છે કે તેની માતા ઘરમાં રાખેલા પૈસા અને ઘરેણાં પણ તેની સાથે લઈ ગઈ છે. તે હવે તે જીવે કે મરી જાય, અમને કોઈ ફરક પડતો નથી... અમને અમારો સામાન પાછો જોઈએ .'
20 કલાક વાતો કરતો હતો તે- પીડિત પતિ
પીડિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો થનારો જમાઇ મારી દીકરી સાથે નહી પણ મારી પત્ની સાથે વાતો કરતો હતો. 20-22 કલાક સુધી તે મારી પત્ની જોડે વાતો કરતો. હું ગામમાં રહેતો નથી. હું બહાર કામ કરું છું. ત્રણ મહિના પછી જ્યારે હું ગામ આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી પત્ની તેના ભાવિ જમાઈ સાથે વધુ વાત કરે છે. મને પણ આ વાત પર શંકા હતી.
સ્માર્ટ ફોન આપ્યો ગિફ્ટમાં
મારી પત્ની અને તે છોકરાએ ઘરમાં રાખેલા 3.5 લાખ રૂપિયા રોકડા અને લગભગ 5 લાખ રૂપિયાના ઘરેણાં લઈને ભાગી ગયા છે. તે છોકરાએ કહ્યું કે લગ્નને 20 વર્ષ થઈ ગયા છે અને તમે બહુ હેરાન કરી. હવે તેને ભૂલી જાઓ. પોલીસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે. મદ્રક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેસ નોંધ્યા બાદ પોલીસે મહિલા અને યુવકની શોધ શરૂ કરી દીધી છે.