- મહારાષ્ટ્ર સરકારે કેબિનેટ બેઠકમાં કર્યો મહત્વનો નિર્ણય
- અહમદનગર શહેરનું નામ બદલીને 'અહિલ્યાનગર' કરાયું
- મુંબઈના 8 રેલવે સ્ટેશનોના બદલાયા નામ
મહારાષ્ટ્ર સરકારે બુધવારે ઈન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરની યાદમાં અહમદનગર શહેરનું નામ બદલીને 'અહિલ્યાનગર' કરાયું છે. આ સિવાય મુંબઈના 8 લોકલ રેલવે સ્ટેશનના નામ પણ બદલવામાં આવ્યા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. એ જ રીતે પુણે જિલ્લાના વેલ્હે તાલુકાનું નામ ઐતિહાસિક કિલ્લાના નામ પરથી 'રાજગઢ' રાખવામાં આવ્યું છે જે 27 વર્ષ સુધી છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત મરાઠા સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સાત ઉપનગરીય સ્ટેશનોના આધુનિક ઓળખ સાથે નામ બદલવાની પણ મંજૂરી આપી હતી.













